________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ – 90 તમે જે માગો છો, ભગવાન પાસે જે એકરાર કરો છો, તે બનાવટ છે કે સાચું છે? તે નક્કી કરજો. સાંભળનાર એ પ્રભુ સર્વજ્ઞ છે. ત્યાં કપટ ન કરતા. દુનિયાની સત્તા શબ્દજાળમાં આવી જાય, પણ એ દેવ ન આવે. સત્યના અર્થી બનવું હોય તો ભોળવવાની વાત ભૂલી જાઓ. અહીં પણ જૂઠું બોલે, તે બહાર શું ન કરે? જે બોલો તે સાચું બોલજો. હિંસાથી કે જૂઠથી નથી જીવવું. અઢારે પાપસ્થાનકથી છૂટા થશો, ત્યારે એમના ભેગા થવા જોગા થશો.એમની આજ્ઞા મુજબ વર્તશો તો મુક્તિ મળશે. આજ્ઞા મુજબ મુક્તિએ જવું છે, એમાં તો શંકા નથી.એ માટે તમારી પહેલી માગણી પણ “ભવનિવ્વઓ'ની છે ! અને અમને પહેલી આજ્ઞા પણ ભવનિબેઓની છે, માટે એ જ અમે આપીએ છીએ. અમારાથી એ જ આપી શકાય. એ વિનાનું બીજું આપવું એ વિરાધના !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org