________________
૮ : પ્રાર્થનાનો પરમાર્થ :
• ધર્મકુશળ બનવા માટે કર્મકુશળ બનવાની જરૂર ખરી ! • માગણીનું સ્વરૂપ સમજો : • અમારી-તમારી બધાની ભાવના એક જ : • જૈનશાસનની મૈત્રીભાવના શું છે ? • ભાષાસમિતિનો ભંગ શેમાં ? • પ્રભુ શ્રી વીરનું દષ્ટાંત વિચારો ! • માબાપની ફરજ : વિષય : તીર્થના સેવકની ફરજ દર્શાવ્યા બાદ - જયવીરાય સૂત્રમંતર્ગત
*ભવનિર્ધ્વઓ' પદની વિસ્તૃત છણાવટ. આ પ્રવચનની શરૂઆતમાં જ તીર્થની પ્રાપ્તિ થયા બાદ એના સંરક્ષણ માટેની ફરજ કોની, કેવી, કેટલી અને એણે કઈ રીતે નિભાવવી એ અંગે વિશદ માર્ગદર્શન આપ્યા બાદ “ધર્મજૂરા બનવા માટે કર્મશૂરા બનવું જ જોઈએ' - એવો કોઈ નિયમ નહિ હોવાનું સ્પષ્ટ કર્યું છે.
ત્યાર બાદ જયવીયરાય સૂત્રમાં કરેલ માગણીઓ પૈકી પ્રથમ માગણી ભવનિÒઓના સ્વરૂપ ઉપર સુંદર પ્રકાશ પાડ્યો છે, ખોટા-સાચાનો વિવેક બતાવ્યો છે, જૈનશાસનની મૈત્રીભાવના સમજાવી છે અને ભાષાસમિતિની સુરક્ષા અને તેનો નાશ પણ સમજાવ્યો છે. છેવટે શ્રી વીર વિભુની દીક્ષા બાદનો પ્રથમ ઉપસર્ગનો પ્રસંગ, ઇન્દ્રની વિનંતિ, પ્રભુનો જવાબ વગેરેના માધ્યમે ધર્મની દઢતા સમજાવી છે.
મુવાક્યાતૃત • ધર્મશૂર બનવા ઇચ્છનારે કર્મચૂર બનવું જ જોઈએ, એ કાયદો શ્રી જિનશાસનમાં નથી. • પ્રયત્ન ન કરવા માત્રથી વિરાધકપણું ન આવે : દુર્ભાવ આવે તો વિરાધકપણું આવે. • પ્રાર્થનામાં ભેદ તો પરિણામે ભેદ થવાના અને પ્રાપ્તિ ફરી જવાની. • ખોટાને ખોટા તરીકે નહિ માનનારા જો ભણેલા કહેવાતા હોય, તો પણ તે ભણેલા નથી.
“છોડાય તો સારું' - એ ભાવના. અને છોડું' - એ પરિણામ. પરિણામ થયા બાદ કાર્ય ! • શુભ પરિણામ દુર્લભ છે, માટે ઝટ અમલ કરો. • જ્યાં દ્રવ્યશુદ્ધિ ઊંચા પ્રકારની, ત્યાં ભાવના પણ ઊંચા પ્રકારની થાય, • તમારી ખામી કહેનાર મળે ત્યારે તમારા ઉદ્ધારની તૈયારી થઈ એમ માનો ! • ઉન્માર્ગે જતી જનતાને જે શબ્દોથી રોકાય તે શબ્દો બોલાય એ જ ભાષાસમિતિ ! • બીજાનું ભૂંડું ઇચ્છવું તો પહેલાં તમારું જ ભૂંડું થવાનું. કદાચ દુનિયામાં જીત્યા તોયે આત્મદષ્ટિએ
હારેલા જ છો. • પશ્ચાત્તાપના અગ્નિમાં શિથિલતા બળીને ખાખ થઈ જશે અને શૂરવીરતા આપોઆપ પેદા થશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org