________________
૨૫૪
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
નહિ. સેનાપતિના ઓર્ડર (હુકમ) મુજબ વર્તવાનું. જેમ ચકરડું ફેંકે તેમ ધસે તો વિજય મેળવે, પણ જો ‘ઓ બાપરે’-એમ થયું તો હથિયાર હાથમાં ૨હે. દુશ્મનનો ધસારો જોઈને ભૂલ્યો-લેવાયો તો બળવાન પણ હાર્યો. આપકાળ વખતે, આત્માને આપદ્ હાનિ નથી કરતી, એ નક્કી થવું જોઈએ. એ વખતે આત્મા મજબૂત રહે તો આત્માને આપદ્ હાનિ ન કરે. આપત્તિમાં લેવાઈ ન જવાય, તે ધ્યાનમાં રાખવું જોઈએ.
સમ્યગ્દષ્ટિ ત્યાગની તૈયારીવાળો હોય ! :
સમ્યગ્દષ્ટિ આત્મા કદાચ મોહની તીવ્રતાના યોગે ત્યાગ કરી શકતો ન હોય, તો પણ તે ત્યાગની તૈયારીવાળો તો હોવો જ જોઈએ. અવસરે તેને ત્યાગ કરતાં મૂંઝવણ ન થવી જોઈએ. આ ઉ૫૨ એક વ્યાવહારિક દૃષ્ટાંત ખાસ યાદ રાખવા જેવું છે
:
“એક વખત એક સ્ત્રીએ પોતાના સસરાને, જમીન પર પડેલા તેલને લઈ શરીરે તથા જોડા ઉપર ઘસતાં જોયા. પુત્રવધૂ ઘણી જ વિચક્ષણ હતી, પણ નવી હોવાના કા૨ણે સસરાના ગુણોની એને ખબર ન હતી. આથી તેણીએ વિચાર્યું કે ‘ધૂળવાળું તેલ શરીરે ઘસે છે : આ કૃપણતા કેવી ? કૃપણતા એ મહાદોષ છે અને જો એ દોષ મારા સસરામાં હોય તો ખરાબ.’ પરંતુ એણે એમ પણ સાથે જ વિચાર્યું કે ‘ખાતરી કરવી જોઈએ કે આ તે કૃપણતા છે કે કેવળ કરકસર જ છે ?’
254
એક વાર પ્રસંગે તેણી એકદમ ચીસ પાડી પથારીમાં પડી અને બૂમાબૂમ કરવા મંડી પડી. બધા ભેગા થયા અને પૂછવા લાગ્યા કે ‘શું થાય છે ?’ ‘પેટમાં દુ:ખે છે.’ આવનારાએ પૂછ્યું કે ‘કેવું ?’
વહુ : ‘ન રહેવાય એવું.’
સસરો ઘે૨ આવ્યો : વહુ તો બૂમાબૂમ મારે છે. સસરા પૂછે છે કે ‘શું થાય છે ?’
આના ઉત્ત૨માં તો તેણીએ બૂમાબૂમ કરીને કહ્યું કે ‘મારું પેટ દુ:ખે છે, મારાથી રહેવાતું નથી.’
સસરો પૂછે છે કે ‘પહેલાં આવું કોઈ વખત થયું હતું કે આજેજઆ થયું ?' વહુએ કહ્યું કે ‘મારા બાપને ત્યાં એક વખત આવું થયું હતું.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org