________________
255 -- ૧૯: સુખ અને દુઃખની સાચી સમજ - 19 – – ૨૫૫
સસરો : ‘ત્યારે કઈ રીતે મઢ્યું હતું ? કંઈ ઉપાય ?'
વહુ : ‘ઉપાય તો છે, પણ અહીં એ ઉપાય કયાંથી થાય ? મારા બાપને ત્યાં તો એક ઉપાયથી તરત મચ્યું હતું.'
સસરો : “કહે તો ખરી, થાય ન થાયની શી ખબર પડી ?' વહુ : “થાય એમ દેખાતું નથી ત્યાં શું કહું ?' સસરો : ‘તું કહે તે પછી એ જોવાનું કે થાય છે કે નહિ ?”
વહુ : “સાચાં મોતીને લસોટી મને ખવડાવ્યાં હતાં. એથી પેટમાં દુઃખતું મઢ્યું હતું.'
સસરાએ તરત તિજોરી ઉઘાડી. સાચાં મોતી કાઢ્યાં અને વાટવાને પથરો હાથમાં લીધો : જ્યાં વાટવા જાય છે કે તરત વહુનું પેટ દુઃખતું મટી ગયું.
વહુ : “પિતાજી ! ક્ષમા કરો, હવે મારું પેટ નથી દુઃખતું.' સસરો : “બેટા ! તું કહે કે તેં આ શું કર્યું ?'
વહુ તે દિવસે જમીન પર પડેલા ધૂળવાળા તેલને શરીરે ચોપડતાં જોઈ, મેં આપને કૃપણ માનેલા અને એની પરીક્ષા માટે આ કર્યું હતું. મને મારી ભૂલ સમજાઈ. આજે સમજાયું કે મારા સસરા કૃપણ નથી, પણ વસ્તુના રક્ષક છે : વસ્તુને કુમાર્ગે જવા દે એવા નથી, પણ જરૂર પડે ત્યારે ગમે તેવી ચીજને જતી કરવા તૈયાર છે.”
સમ્યગ્દષ્ટિ આત્મા પણ કદાચ આમ છોડવાને તૈયાર ન હોય, તે છતાં પણ જો ધર્મના રક્ષણ માટે છોડવાનો પ્રસંગ આવે, તો સર્વસ્વ છોડવા માટે સજ્જ હોવો જ જોઈએ. વૈયાવચ્ચ વખતે સ્વાધ્યાય ન હોય :
શહેરમાં મરકી ફેલાઈ હોય, ત્યારે ત્યાં સંયમીને ચોમાસામાં પણ વિહાર કરવાની છૂટ છે કારણ કે ચેપી રોગોના પ્રભાવે સોપક્રમી આયુષ્ય તૂટી પણ જાય, માટે સંયમના સંરક્ષણ માટે મુનિ ચોમાસામાં પણ વિહાર કરી શકે. પણ શરીર સંયમને બદલે અસંયમમાં જતું હોય, તો મુનિ તે શરીરનો ત્યાગ કરતાં પણ ન અચકાય. મુનિ બીમાર પડે તે વખતે, મધપૂડાની આગળ જેમ માખીઓ ભેગી થાય, તેમ સંયમધર બધા મુનિઓ તે સંયમીની સેવા-ભક્તિ કરે. એ સેવા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org