________________
૨૫૯
----- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧
–
256
શરીરની કે સંયમની ? સંયમની ! સંયમનું સાધન શરીર. તે આપત્તિમાં પડે માટે એની સેવા મુનિઓ કરે. એ વખતે-વૈયાવચ્ચની વખતે, કોઈ મુનિ એમ કહે કે હું તો સ્વાધ્યાય કરું છું' તો એ સ્વાધ્યાય નથી પણ સંયમની અવગણના છે. આ સેવા શા માટે ? સંયમ પ્રતિ અધિક પ્રેમ જાગે તે માટે ! સંયમી આત્માને જ્યારે આપત્તિ હોય, ત્યારે જો સ્વાધ્યાય આદિના બહાને બીજા મુનિ, આપત્તિમાં પડેલા મુનિવરની રક્ષા ન કરે, તો માનવું કે “એને સંયમની કિંમત નથી.' | મુનિથી તપ ન બને તો આહાર ભલે કરે, પણ વસ્તુનો સ્વાદ થતો હોય તો તો ન જ કરે. આહારના અભાવે શુભ ધ્યાનમાં ટકવાની તાકાત નથી, પણ સ્વાદથી તો ઇંદ્રિયો લેવાતી જાય. ઇંદ્રિયો લેવાતી જતી હોય એ તો કોઈ વખત મારી નાખે.
"दुक्खक्खओ कम्मक्खओ" - આપણે આ માગીએ છીએ, શ્રી વીતરાગ પાસે ! માટે એ નક્કી કરો કે એ માગણી વીતરાગ થવા માટે છે. સામગ્રી એવી મળે કે જેથી વીતરાગ થવાય, ત્યાં બીજી ભાવના આવે ? ન જ આવવી જોઈએ. ચરણસેવા ભવોભવ શાને માટે માગી ? દુઃખક્ષય માટે ! આ દુઃખલય કયારે થાય ? કર્મનો ક્ષય થાય ત્યારે ! શુભ કર્મનો ઉદય શુભ સંયોગોને તથા અશુભ કર્મનો ઉદય અશુભ સંયોગો ઉત્પન્ન કરે. પણ આત્મા સાવધ હોય તો વાંધો ન આવે. આધીન ન થવું, એ તો આત્માની સત્તાની વાત છે. ઉદયનું કામ તો સંયોગો ઉત્પન્ન કરવાનું, પણ આત્મા આધીન ન થાય તો કર્મ કરે શું ? જો કર્મ કરે એ જ થતું હોય, પૂરેપૂરી સત્તા કર્મની જ હોય, તો આત્મા મુક્તિએ જાય જ ક્યાંથી ? કોઈને મુક્તિએ જવા દે જ નહિ. આત્માને રમાડ્યા જ કરે. જે આત્મા શુભ તથા અશુભ સંયોગોને આધીન ન થાય, તે જ કર્મક્ષય કરી શકે અને મુક્તિ મેળવી શકે. શુભ-અશુભ સંયોગોને આધીન ન બનો !
પ્રાર્થનાસૂત્ર દ્વારા કરવામાં આવતી માગણી, મુક્તિ માટે છે-એ ભૂલવું જોઈએ નહિ ? એમાં વિષય-કષાય ન ઘૂસે એનો ખ્યાલ રાખવો. આખું ચિત્ર, ચિત્રકારે મહેનત કરીને છ મહિને સારામાં સારું તૈયાર કર્યું હોય, પણ કોઈ જરા કાજળના છાંટા નાખે તો શું થાય ? કલંકિત થાય : પચાસ હજારની કિંમતનું હોય તોયે નકામું થાય : કિંમત રદ થાય. પેલો કહે કે “મેં કર્યું શું ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org