________________
251
- ૧૯: સુખ અને દુઃખની સાચી સમજ - 19
–
૨૫૭
ચિત્રકાર કહે કે “ભાઈ ! તે એવું કર્યું કે મારી બધી જ મહેનત પાણીમાં ગઈ.” એમ આત્મકલ્યાણ કરનારો ઉત્તમમાં ઉત્તમ માગણીઓ કર્યા પછી કે કરતી વખતે વિષય-કષાયની વાસનાઓને પોષે એવી એકાદ માગણી પણ જો થઈ જાય તો કરેલી માગણીઓ પણ કલંકિત થઈ જાય.
કોઈને સુધારવા સહેલા કે બગાડવા ? કોઈને ચડાવવા સહેલા કે પાડવા ? સન્માર્ગે લઈ જવા સહેલા કે ઉન્માર્ગે લઈ જવા સહેલા ? ઉત્તમ જીવો પણ ખરાબ નિમિત્તથી ખસી જાય, તો સામાન્ય જીવોની વાત શી ? મંગળ ક્રિયામાં મંગળની જરૂર છે, પણ અપમંગળની ક્રિયામાં નહિ. કારણ કે તે ક્રિયા જ અપમંગળરૂપ છે. તેમ બધો ગૂંચવાડ જ સાચામાં છે. ખોટાનો તો આત્મા અનાદિ કાળથી અભ્યાસી છે : અરે, અભ્યાસ તે એવો કે વાત વાતમાં જૂઠું બોલે અને એને ભાન પણ ન હોય કે “હું જૂઠું બોલ્યો', કારણ કે ટેવ પડી ગઈ.
સભા : આ તરફ એવી ટેવ પાડે તો ?
પાડે તો ને ! પાડ્યા પછી જ સહેલાઈ થાય ને ? અહીં આવ્યા પછી સહેલાઈ થાય એ વાત સાચી ! ઉત્તમ સંસ્કાર પડ્યા પછી તો આત્મા એવો બનશે કે “આપત્તિ સહેવાનું પણ અપૂર્વ બળ આવશે : પરિણામે તે સત્ય ખાતર આપત્તિની પણ દરકાર નહિ કરે.” મુનિ મોક્ષની સાધના માટે પ્રાણની આપત્તિ પણ સહે.
હવે એ દુ:ખના ક્ષય માટે કર્મનો ક્ષય કર્યા વિના છૂટકો જ નથી. કર્મ માત્ર ન જોઈએ : શુભ તથા અશુભ બન્ને ન જોઈએ પણ અશુભ આવતાં હો તો એ ન આવો, એનું નામ જ પુણ્યાનુબંધી પુણ્ય, પુણ્યાનુબંધી પુણ્યવાળો આત્મા પણ એનાથી મળેલા ભોગને માને તો હેય જ ! ત્યાગ કરવા લાયક જ ! પુણ્યાનુબંધી પુણ્યથી મળતા ભોગો આત્માને ફસાવે નહિ, માટે આત્મા જાગ્રત થવો જોઈએ. જાગ્રત આત્મા અશુભના ઉદયને પણ નિષ્ફળ કરે છે.
શ્રી રાવણ અને શ્રી લક્ષ્મણ નરકમાં પણ યુદ્ધ કરતા હતાં : પૂર્વનું વૈર સાથે લઈને આવ્યા હતા : પણ સીતાજીનો જીવ જે બારમા દેવલોકનો ઇંદ્ર છે - અચ્યતેદ્ર છે, તે ત્યાં આવીને કહે છે કે “હજી આ દશા ?' તરત તે જાગ્રત થયા. સમ્યગ્દષ્ટિ આત્મા નરકમાં વેદના વેદે, એનાથી બૂમ પણ પડાઈ જાય, ચીસો પણ પડાઈ જાય, પણ સમતાથી સહે. શાથી ? આત્મા જાગ્રત થયો એથી ! શુભ અને અશુભ સંયોગોને આધીન ન થવાનું કામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org