________________
૧૯ : સુખ અને દુઃખની સાચી સમજ 19
એનો જવાનો સ્વભાવ છે, સાચવવાની પંચાત ઓછી !' આવું માનો તો ? મનાય છે ? આવું ન મનાય ત્યાં સુધી ધર્મ રૂપી મૂળ સીંચાય નહિ અને એમ ન થાય ત્યાં સુધી સંસારમાં સુખી થવાય નહિ.
253
સંસારમાં સુખી તે, કે જે મોક્ષને ઇચ્છે. કાં તો મોક્ષના આત્માઓ સુખી અને કાં તો મોક્ષે જવાની ઇચ્છાવાળા સુખી. તે સિવાય આખું જગત દુઃખી. સંસારને ન ઇચ્છે ને મોક્ષને ઇચ્છે તે સાચો ધર્મી !
૨૫૩
સમ્યગ્દષ્ટિ આત્મામાં સમજ ન હોય એમ નહિ : સમજે બધું જ : દુઃખને દુ:ખ તરીકે અને સુખને સુખ તરીકે માને, સમજે, જુએ, જાણે, અનુભવે, પણ મૂંઝાય નહિ. જો એ ન જાણે તો તો અજ્ઞાનતા : એ વસ્તુને વસ્તુસ્વરૂપે ઓળખે તો ખરો જ. મુનિ હીરાને તથા પથરાને બેયને ઓળખે અને ઉપેક્ષા પણ બેયની કરે. ગૃહસ્થ ઉપેક્ષા પથરાની કરે પણ હીરાની કેમ ન કરે ? તો કહે હજી તે હીરાની અસારતા સમજી શક્યો નથી અને અસારતા સમજી શક્યો છે તો મમતા તજી શક્યો નથી. મુનિ હીરાની અસારતા સમજ્યા, પણ હીરામાં લાખની કિંમત છે, એ તો સમજે જ છે. એમ જ દુઃખને દુઃખ ન માને : દુ:ખ તરીકે ન અનુભવે : પણ કહે કે ‘એ દુઃખના પરિણામે સુખ છે માટે એ દુઃખ એ દુઃખ જ નથી, કિંતુ સુખનું સાધન છે.' પૌદ્ગલિક ભાવમાં લીન રહેવાથી દુ:ખ નહિ જાય. દુ:ખ આવે તો પણ ન લેપાઉં કે જેથી આરાધી શકું. માગનાર આત્મગુણના અર્થો જોઈએ. એ ન હોય તો કંઈ ને બદલે કંઈ માગી લે. આખો ક્રમ વિચારો.
મુનિ ભિક્ષાએ જાય તો પણ બુદ્ધિ એ કે ‘મળે તો સંયમપુષ્ટિ : ન મળે તો તપોવૃદ્ધિ. ‘એને ગમે તે ચીજ મૂંઝવે નહિ. લુખ્ખું, સુક્કું, ચોપડ્યું કે મિષ્ટાન્ન જે મળે તે બધાનો ઉપયોગ સંયમપુષ્ટિ માટે. માગણી એ છે કે ‘સંયોગ રિબાવે એવા ન હોય તો સહેજ આરાધી શકું.' ધ્યેય તો મુક્તિનું જ. નિસરણી મજાની પણ પગથિયું ચૂકે તો કઠેડો, સાંકળ, બધું હોય છતાંય પડે.
શ્રી જિનેશ્વરદેવની સેવા માગનારને દુઃખ સહન કરવાની શક્તિ વધે. એનો અર્થ એ જ કે દુઃખને દુઃખ ન માને : દુઃખને દુઃખ માને તો શક્તિહીન થઈ જાય. યુદ્ધમાં એ કાયદો કે સામેથી ધસારો ગમે તેવો આવતો હોય, પણ સૈનિકે તો સેનાપતિના વાવટાને જ જોવો. ભલે ધસારો આવે, પણ વાવટો કહે કે ‘સામે જાઓ’-તો સામે જવાનું. સામેથી આવતા ધા કે હથિયારો કાંઈ જોવાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org