________________
મારા સંયમજીવનના સર્વસ્વસમાં સંઘસન્માર્ગદર્શક પરમતારક પરમગુરુદેવ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા...
પૂજ્યપાદ પરમ ગુરુદેવશ્રીજીના સ્વર્ગગમન બાદ પણ તેઓ શ્રીમદ્ભી ખોટને સાલવા ન દેતા વાત્સલ્યની ગંગામાં સંતૃપ્ત કરતા ગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજા..
મારા ભવોદધિતારક પરમતારક ગુરુદેવશ્રીજીના વ્યાખ્યાનોમાંથી સાધના જીવનનું પાથેય પ્રાપ્ત કરનાર ગુરુદેવ વર્ધમાન તપોનિધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજા...
આ દરેક મહાપુરુષોની સતત વર્ષતી અનુગ્રહવર્ષાને ઝીલી, આચારાંગ સૂત્રધૂતાધ્યયનના આ પ્રવચન સેટનું સંપાદન કરી શક્યો છું. આ સંપૂર્ણ સેટ પૈકી પ્રથમ આઠ ભાગ આ વર્ષે સન્માર્ગ પ્રકાશન દ્વારા પ્રકાશિત કરાઈ રહ્યા છે. પૂજ્યોના એ જ કૃપાબળે આગળના ભાગોનું પણ ભવ્યજનોના હિતાર્થે સદ્ય સંપાદન કરી મારા મોહનીય-જ્ઞાનાવરણીયાદિ કર્મોનો નાશ કરવા દ્વારા સ્વ-પર શ્રેયને સાધનારો બનું એ જ એક મંગળ કામના.
આ વિશાળ ગ્રંથરાશિના સંપાદન દરમ્યાન ક્યાંય કોઈ પણ ઉદયભાવ સ્પર્યો હોય કે જેને લીધે પરમતારક શ્રી જિનેશ્વર દેવની તારક આજ્ઞા તેમજ કરુણાનિધાન વ્યાખ્યાનવાચસ્પતિ પરમ ગુરુદેવશ્રીજીના આશય વિરુદ્ધ કશું ય પ્રગટ થવા પામ્યું હોય, તો તે અંગે ત્રિવિધ ત્રિવિધ મિચ્છા મિ દુક્કડં. વિદ્ધકર્યો એ અંગે મારું ધ્યાન દોરશે તો ભાવિ પ્રકાશનોમાં એ જરૂર ઉપયોગી નીવડશે.
એ જ, વ્યાખ્યાનવાચસ્પતિ સંઘસન્માર્ગદર્શક સુવિશાળ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન
વર્ધમાન તપોનિધિ ભવોદધિતારક પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરીશ્વરજી મહારાજાનો વિનેય
આચાર્ય વિજય કીર્તિયશસૂરિ
સંપાદન શૈલી :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org