________________
દીધેલ, તેટલા પાઠો આચારાંગ મૂળ તેમજ ટીકાની સાથે જરૂરી ભાગનો અનુવાદ કરી મૂક્યા છે. તે જ રીત વ્યાખ્યાન દરમ્યાન પૂજ્ય પ્રવચનકારશ્રીજીએ આપેલ અન્ય ગ્રંથોની સાક્ષી માટે પણ અપનાવી છે. નવાં પ્રકાશનમાં શિર્ષકો, પેટા શિર્ષકો, પદચ્છેદો, બોલ્ડ ટાઈપોમાં સુવિચાર આપવા વગેરે યોજના અમે કરી છે.
ભાષાની જોડણી વર્તમાન સ્વીકૃત પદ્ધતિ મુજબની રાખી છે.
પ્રત્યેક વ્યાખ્યાન શરૂ થાય એ પૂર્વનાં પૃષ્ઠમાં એ વ્યાખ્યાનના વિષયને અનુરૂપ શિર્ષક, એ ભાગમાં આવેલ વ્યાખ્યાનોનો ક્રમાંક, અંગ્રેજીમાં સળંગ વ્યાખ્યાનોનો ક્રમાંક, વિષયનિર્દેશ, વ્યાખ્યાન પ્રવાહનો તાગ મળે એ માટે એક પેરેગ્રાફમાં વ્યાખ્યાનાંતર્ગત બાબતો અને દૃષ્ટાંતોની રૂપરેખા, વ્યાખ્યાનમાંથી ઉદ્ધૃત કરેલ સારભૂત સુવાક્યો : આ બધી જ માહિતી આપવામાં આવી છે. જેથી પ્રવચનના પ્રથમ પૃષ્ઠનું વાચન કરતાં જ સમગ્ર વ્યાખ્યાનનું હાર્દ હાથમાં આવી જાય અને વાચકોને સંપૂર્ણ પ્રવચન વાંચવાની ઈંતેજારી જાગે.
પ્રવચન પૃષ્ઠની ઉપરના ભાગમાં એ એ ભાગના વ્યાખ્યાનના ક્રમાંકો અને પૃષ્ઠ ક્રમાંકો ગુજરાતીમાં આપી, સળંગ ભાગોના સળંગ વ્યાખ્યાનના ક્રમાંકો તેમજ સળંગ પૃષ્ઠ ક્રમાંકો અંગ્રેજી આંકડામાં મૂક્યા છે.
આ સેટના આ સાથે છપાતા ભાગોમાં -
૧ થી ૨૦
૩૮ થી ૫૦
૭૧ થી ૯૪
પ્રથમ ભાગમાં
ત્રીજા ભાગમાં
પાંચમા ભાગમાં
X
બીજા ભાગમાં
ચોથા ભાગમાં
છઠ્ઠા ભાગમાં
સાતમા ભાગમાં - ૧૧૭ થી ૧૩૫
વ્યાખ્યાનો પ્રગટ થઈ રહ્યાં છે.
Jain Education International
વિ.સં. ૧૯૮૫ના ચાતુર્માસમાં અપાયેલાં ૧૩૫ વ્યાખ્યાનો ભાગ ૧થી ૭માં સંપાદિત કરી મૂકાયાં છે. વિ.સં. ૧૯૮૬ના ચાતુર્માસમાં અપાયેલાં બાકીનાં વ્યાખ્યાનો ભાગ ૮થી ૧૬ રૂપે હવે પછી પ્રગટ કરાશે.
સંપાદન શૈલી :
-
For Private & Personal Use Only
૨૧ થી ૩૭
૫૧ થી ૭૦
૯૫ થી ૧૧૬
www.jainelibrary.org