________________
* સંપાદન શૈલી છે - પ્રસ્તુત “આચારાંગ સૂત્ર-ધૂતાધ્યયનનાં વ્યાખ્યાનોનો સેટ તૈયાર કરતી
વખતે : - અત્રે પ્રકાશિત કરાતાં “આચારાંગસૂત્ર-ધૂતાધ્યયન'નાં વ્યાખ્યાનો પૈકીનાં ૧
થી ૧૧૪ વ્યાખ્યાનો જૈન પ્રવચન સાપ્તાહિક વર્ષ-૧ થી ૭ સુધીમાં પ્રકાશિત થયેલાં છે અને તે પછીનાં વ્યાખ્યાનો અપ્રગટ હતાં, જે હાલમાં
જિનવાણી પાક્ષિકમાં પ્રકાશિત કરાઈ રહ્યાં છે. - પૂર્વનાં વ્યાખ્યાનોને શિર્ષકો ન હતાં, તે વિષયાનુસાર નવાં યોજ્યાં છે. - પૂર્વે છપાયેલ તેમજ અત્રે છપાતાં વ્યાખ્યાનોના ક્રમાંકોમાં થોડો ફેરફાર
જોવા મળશે. ‘જૈન પ્રવચન” અને “જિનવાણી'માં પ્રકાશિત વ્યાખ્યાનોને અમુક સ્થળે નંબર આપવાનો ચૂકાઈ જવાના કારણે એ ભૂલો સર્જાઈ હતી, તે સુધારીને આ પ્રકાશનમાં એ ક્રમ વ્યવસ્થિત કરીને મૂકાયો છે. આ સમગ્ર સેટમાં અંદાજે ૧૫થી ૧૬ પુસ્તકો તૈયાર થશે એવી ગણતરી છે. દરેક ભાગની યોજના વિષયાનુરૂપ કરવામાં આવી છે. તે તે ભાગમાં કયો વિષય ચર્યાયો છે, તે વિગત તે તે ભાગની શરૂઆતમાં આપેલ પુરોવચનમાં રજૂ કરાઈ છે. લગભગ ૬૦ વર્ષ પૂર્વે પ્રકાશિત થયેલ “આચારાંગ સૂત્ર-ધૂતાધ્યયન'ભા-૧ પુસ્તકમાં “ગ્રંથ અને ગ્રંથકાર' નામે એક સુવિસ્તૃત પ્રસ્તાવના મૂકાયેલી છે; જેમાં શ્રી આચારાંગ સૂત્ર, વર્તમાન જૈન સંઘની વિસ્ફોટક પરિસ્થિતિ અને પૂ. પ્રવચનકારશ્રીજીનું વ્યક્તિત્વ તેમજ તેમણે કરેલ અપૂર્વ શાસનરક્ષાનો જવલંત ચિતાર આપવામાં આવ્યો છે. તે ગ્રંથના કદ વગેરે બાબતોને વિચારી તે પ્રસ્તાવનાને આ સેટના ત્રીજા ભાગમાં આપી છે. પૂર્વ મુદ્રિત વ્યાખ્યાનોમાં જે જે સ્થળે વાક્યો અને વાક્યાંશો તૂટી ગયા હતા, તે અમે હસ્તલિખિત વ્યાખ્યાનના મૂળ મેટર સાથે મેળવી સુધારી લીધા છે અને એ દ્વારા વ્યાખ્યાન ધારા અખંડ રહે એની કાળજી રાખી છે. હસ્તલેખન કરનાર મહાનુભાવે ચાલુ વ્યાખ્યાન લખતી વખતે મૂળ ગ્રંથનો પાઠ પૂર્ણ ન લખતાં ત્યાં માત્ર આદ્ય શબ્દ લખી તેટલી લીટીઓ છોડી
સંપાદન શૈલી :
ix |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org