________________
આજ્ઞાથી સંપાદન કરીને પુસ્તકાકારે તૈયાર કર્યા હતાં. જે જિનવાણી પ્રચારક ટ્રસ્ટ તરફથી છપાયાં હતાં.
જ્યારે આચારાંગનાં પાંચસો વ્યાખ્યાનો પૈકી એકસો ચૌદ વ્યાખ્યાનો જેને પ્રવચન સાપ્તાહિકમાં શરૂઆતના ૧ થી ૬ વર્ષ દરમ્યાન છપાયાં હતાં. એ પૈકીનાં ૨૨ વ્યાખ્યાનો આચારાંગ-ધૂતાધ્યયન' નામે પુસ્તકાકારે પણ છપાયાં હતાં.
શાસનરસિક ભવ્ય જીવોને વાંચતાં જ રોમાંચ ખડાં કરી દે અને શાસન વિરોધીઓના હાજા ગગડાવી દે એવાં આ વ્યાખ્યાનો સાક્ષર કવિ શ્રાદ્ધવર્ય શ્રી ભીખાભાઈ છગનલાલ શાહે પોતાની વેગવંતી કલમે કાગળ પર ઝીલ્યાં હતાં. વર્તમાન અને ભાવિનો આજ્ઞાનુસારી સંઘ આ વ્યાખ્યાનો માટે પ્રસ્તુત અવતરણકારનો ઉપકાર પણ નહિ જ ભૂલી શકે.
શ્રી આચારાંગસૂત્ર-ધૂતાધ્યયનનાં જે સેંકડો વ્યાખ્યાનો પૂજ્યપાદશ્રીજીએ આપેલાં તે પૈકી પુસ્તકાકારે માત્ર ૨૨ અને જૈન પ્રવચન સાપ્તાહિકમાં ક્રમશઃ ૧૧૪ વ્યાખ્યાનો જ છપાયાં હતાં. બાકીનાં વ્યાખ્યાનો અમુદ્રિત સ્થિતિમાં હતાં. પૂર્વના વ્યાખ્યાનો સાથે આ વ્યાખ્યાનો તૈયાર કરી પુસ્તકાકારે પ્રકાશિત થાય તો ખૂબ લાભ થાય, એવી ઘણા પુણ્યાત્માઓની ઇચ્છા હતી. મારા હસ્તક ચાલતું સંઘસ્વરૂપ દર્શનના પ્રવચનોનું સંપાદન કાર્ય તે વખતે પૂર્ણપ્રાયઃ થવા આવેલું. એના ચાર ભાગ છપાઈ ચૂક્યા હતા, જ્યારે છેલ્લો ભાગ મુદ્રણાધીન હતો. એ સમયે પૂજ્યપાદશ્રીજી પાસે હવે કયું કાર્ય હાથ ઉપર લેવું ? એ અંગે વિચારણા, પૃચ્છા કરતાં પૂજ્યપાદ પરમ ગુરુદેવશ્રીજીએ આચારાંગ સૂત્ર-ધૂતાધ્યયન ઉપર કરેલાં વ્યાખ્યાનોનું સંપાદન કરવા માટેની આજ્ઞા કરી. એ સાલ હતી - વિ.સં. ૨૦૪૭ની ! પૂજ્યપાદશ્રીજીની વિદ્યમાનતામાં જ એઓશ્રીજીની પ્રસાદી સમજી એ કાર્ય શરૂ કર્યું. પરંતુ એ વર્ષે જ પૂજ્યપાદશ્રીજી અપ્રતીમ સમાધિ સાધી મહાપંડિત મૃત્યુને વરતાં આ વ્યાખ્યાનના પુસ્તકોનો સેટ પૂજ્યપાદશ્રીજીના જ. વરદ્ હસ્તકમલમાં સાદર અર્પણ કરવાના મનોરથો મનમાં જ વિલાઈ ગયા. ત્યારબાદ પણ “શ્રેયાંસિ બહુવિજ્ઞાનિ' ન્યાયથી ચોક્કસ અવરોધોના કારણે આ વ્યાખ્યાનો પુસ્તકાકાર ધારણ કરવામાં વિલંબ પામ્યાં છે. અંતરાયો તૂટતાં આજે અર્ધા સેટ રૂપે એ કાર્ય સફળતાને જોઈ શક્યું છે, એનો જ આજના તબક્કે અતીવ આનંદ છે. પરમ ગુરુદેવની કૃપાપ્રસાદી પાણી બાકીના ભાગો પણ શીધ્ર પ્રકાશિત બને, જેથી આત્મકલ્યાણના લક્ષ્યપૂર્વકનો સ્વાધ્યાય કરવાના અભિલાષીઓની ભાવના સાકાર બને અને એ દ્વારા સૌ કોઈ પોતાનું આત્મશ્રેયઃ સાધે એ જ એક શુભાભિલાષા. viii
એ સમયની પરિસ્થિતિ :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org