________________
| નમોત્યુ સમણસ્સ ભગવઓ મહાવીરસ્ય ! // અનંતલબ્લિનિધાન શ્રી ગુરુ ગૌતમસ્વામીને નમઃ |
// ગુણસંપન્સમૃદ્ધ શ્રી ગુરુ સુધર્મસ્વામીને નમઃ || | | પરમારાધ્યાપાદપધેભ્યઃ સુવિશુદ્ધકરૂપકેભ્યઃ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરેભ્યઃ નમોનમઃ ||
અંગાણે પઢમો આયારો ! - શ્રીમદ્ આચારાંગસૂત્રનો બાહ્યાભ્યતર પરિચય આ ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીકાળના ચરમ તિર્થપતિ શ્રમણ ભગવાનશ્રી મહાવીર પરમાત્માએ આજથી ૨૫૫ક વર્ષો પૂર્વે કેવલ્ય પ્રાપ્ત કર્યું. તે પછીના બીજા જ દિવસે શ્રી ગૌતમસ્વામી પ્રમુખ ગણધર થવા યોગ્ય અગિયાર બ્રાહ્મણ શ્રેષ્ઠોને સર્વવિરતિનું પ્રદાન કર્યું. આ પછી તરત જ તે અગ્યારેય શ્રમણ શ્રેષ્ઠોએ પથર્વ વિકતાં ? એવો ત્રણ વાર પ્રશ્ન કર્યો. જેના ઉત્તરમાં પરમ પ્રભુ મહાવીરે ‘૩પ વા, વિખેફ વા, ધૂઃ વા' - એવી ત્રિપદીનું પ્રદાન કર્યું? આ ત્રિપદી પામીને તે અગ્યારેય શ્રમણ શ્રેષ્ઠોએ દ્વાદશાંગીની રચના કરી, જેના ઉપર પ્રભુ વિરે મહોર છાપ મારતાં ભવ વિસ્તારક ધર્મશાસનની સ્થાપના થઈ. આ રીતે પરમતારક ગણધર ભગવંતોથી નિવૃત આચારાંગાદિ આગમગ્રંથાત્મક મૃતવારસો આપણ સહુને પણ મળ્યો છે.
એ આગમનો મૂળભૂત અર્થ તીર્થકરશ્રી મહાવીર દેવે કહ્યો છે અને તેની સૂત્ર રૂપે રચના શ્રી ગણધરદેવોએ કરી છે. શ્રી ગણધરદેવો સર્વાક્ષર સન્નિપાતિ હોઈ એમનો અક્ષરે અક્ષર મંત્રતુલ્ય બની જાય છે. માટે જ એમનાં વાચનો માટે વિવિધ સ્થળે “નોવિસ રમતો- અર્થાતુ મોહવિષને દૂર કરવા માટે શ્રેષ્ઠ મંત્ર છે” – એવો ઉલ્લેખ જોવા મળે છે.
શ્રી વીર પરમાત્માના દરેક ગણધર ભગવંતોએ દ્વાદશાંગી રચી. પરંતુ અગિયાર પૈકી નવ ગણધર ભગવંતો પ્રભુની હાજરીમાં જ મોક્ષગામી બન્યા. તેથી તેમના ગણો અન્ય ગણોમાં સમાયા. અનંતલબ્લિનિધાન શ્રી ગૌતમસ્વામીજી મહારાજા પછી તેઓશ્રીનો ગણ પણ સુદીર્ધાયુ પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામીજીને સોંપાયો. તેથી વર્તમાનમાં ઉપલબ્ધ દ્વાદશાંગીનો વારસો શ્રી સુધર્માસ્વામીજીનો છે.
આ દ્વાદશાંગી નીચે મુજબ છે : ૧ - આચારાંગ (આચારો) ૨ - સૂત્રકૃતાંગ (સૂયગડો) ૩ - સ્થાનાંગ (ઠાણું) ૪ - સમવાયાંગ (સમવાઓ)
[ xii
શ્રીમદ્ આચારાંગ સૂત્રનો બાહ્યાવ્યંતર પરિચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org