________________
૫ - વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ (વિવાહ પણી ) (ભગવતી સૂત્ર) ૬ - જ્ઞાતાધર્મકથાંગ તણાયા ધમ્મકહાઓ) ૭ - ઉપાસક દશાંગ (વાસંગદસાઓ) ૮ - અંતકુશાંગ (અંતગડદસાઓ) ૯ - અનુત્તરપિપાતિક દશાંગ (અણુત્તરોવવાઈય દસાઓ) ૧૦ - પ્રશ્નવ્યાકરણમ્ (પહાવાગરણાઈ) ૧૧ - વિપાકશ્રુતમ્ (વિવાગસુ) અને ૧૨ - દૃષ્ટિવાદ (દિઢિવાઓ)
આ બાર પૈકી બારમું અંગ દષ્ટિવાદ છે; જેમાં ચૌદ પૂર્વ ઉપરાંત અન્ય અન્ય વિષયોનો પણ સમાવેશ હોય છે, જે વર્તમાનમાં વિચ્છેદ પામેલું છે.
જો કે રચનાને અનુલક્ષીને પૂર્વોની રચના પ્રથમ કરાય છે, છતાં સ્થાપનાની અપેક્ષાએ આચારાંગ સૌથી પ્રથમ રચાય છે. સર્વ તીર્થકરોના શાસનનો આ જ ક્રમ હોય છે.
આ આચારાંગ સૂત્રના મુખ્ય બે વિભાગ છે; જેને “શ્રુતસ્કંધ' કહેવામાં આવે છે. એમાંનો પહેલો શ્રુતસ્કંધ ‘બ્રહ્મચર્ય' નામથી પણ ઓળખાય છે. જેમાં નવ પેટા વિભાગો છે, જેને અધ્યયન કહેવામાં આવે છે. જ્યારે બીજો શ્રુતસ્કંધ પાંચ ચૂલિકાનો બનેલો છે, જેનું ઉપકારકારક અન્ય નામ “અગ્ર'પણ છે. બીજા ‘અગ્ર' શ્રુતસ્કંધમાંની પાંચમી ચૂલિકા એ જ “શ્રી નિશીથ સૂત્ર છે, જે ચૂલિકાને આચારાંગ ચૂર્ણાકાર તેમજ ટીકાકારના સમય પૂર્વથી જ આ અંગમાંથી પૃથફ - જૂદી કરી સ્વતંત્ર સૂત્ર રૂપે સ્થાપેલ છે. એનું અપર નામ આચાર-પ્રકલ્પ” પણ છે.
આચારાંગ ચૂર્ણ અને ટીકામાં મળતા ઉલ્લેખાનુસાર બીજા ગ્રુતસ્કંધની વર્તમાન ચારે ચૂલિકા પ્રથમ શ્રુતસ્કંધમાંથી જ ઉદ્ધત કરાયેલ છે. જ્યારે શ્રી નિશીથ નામની પંચમ ચૂલા તો પ્રત્યાખ્યાનપ્રવાદ નામના નવમા પૂર્વમાંથી ઉદ્ધત કરાયેલ છે, એવો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.
આ આચારાંગ સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધનાં નવ અધ્યયનો છે. જેનાં નામો - ૧ - શસ્ત્રપરિણા, ૨ - લોકવિજય, ૩ - શીતોષ્ણીય, ૪ - સમ્યક્ત, ૫ - લોકસાર, ૬ - ધૂત, ૭ - મહાપરિજ્ઞા, ૮ – વિમોક્ષ અને ૯ - ઉપધાન શ્રત છે. શ્રી સમવાયાંગ સૂત્રાદિ કેટલાક આગમ ગ્રંથોમાં મળતી આ ક્રમાવલીમાં નજીવો ફેરફાર પણ જોવા મળે છે. પાંચમાં લોકસાર અધ્યયનનું અન્ય નામ એના પ્રથમ સૂત્રાનુસાર “આવંતિ” અધ્યયન પણ નોંધાયેલ મળે છે.
શ્રીમદ્ આચારાંગ સૂત્રનો બાહ્યાભ્યતર પરિચય
xiii
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org