________________
આ નવ પૈકી સાતમું “મહાપરિણા” અધ્યયન વર્તમાનમાં વિલુપ્ત થયેલ છે. બીજા શ્રુતસ્કંધની પહેલી તેમજ બીજી ચૂલિકામાં સાત-સાત અધ્યયનો છે. જ્યારે ત્રીજી તેમજ ચોથી ચૂલિકામાં એક-એક અધ્યયન એમ કુલ સોળ અધ્યયન છે.
આ રીતે પ્રથમ શ્રુતસ્કંધનાં વર્તમાનમાં મળતાં આઠ અધ્યયનો તેમજ બીજા શ્રુતસ્કંધનાં સોળ એમ કુલ ચોવીશ અધ્યયનો હાલ મળે છે. વધુમાં શ્રી નિશીથ સૂત્રનો સમાવેશ કરતાં વર્તમાનમાં પ્રાપ્ત અધ્યયનોની સંખ્યા પચ્ચીસ થાય છે. જ્યારે વિલુપ્તિ પામેલ “મહાપરિજ્ઞા અધ્યયન ને સાથે ગણતાં કુલ અધ્યયન છવ્વીસ થાય છે.
આ અધ્યયનો પણ અનેક પેટા વિભાગોમાં વહેંચાયેલા છે. જેને પરમોપકારી શાસ્ત્રકાર ભગવંતોએ ઉદ્દેશક' - ‘ઉદ્દેશો” નામક સંજ્ઞાથી ઓળખાવેલ છે.
નીચેના કોષ્ટકને જોતાં દરેક અધ્યયનના કેટકેટલા ઉદ્દેશાઓ છે, તેનો ખ્યાલ આવી શકશે.
(અધ્યયન ! ઉદેશ
અધ્યયન | દિશા | અધ્યયન | ઉદ્શા )
૧૩
૧૪ | ૨ |
૧૫ | ૧૦ | ૧૧ | ૧૦ | ૨ | ૧૧ | ૩ |૧૭ થી ૨૫ ૦
૩ | કુલ-૨૫ કુલ-૮૫)
પ
|
૩
આ આચારાંગ સૂત્રનું પરિમાણ ૧૮૦૦૦ પદ પ્રમાણ શાસ્ત્રમાં કહ્યું છે. આ પરિમાણ પ્રથમ શ્રુતસ્કંધની અપેક્ષાએ ગણાય છે. વર્તમાનમાં દુઃષમાકાલવશ એમાં હાનિ થતાં હાલ આશરે-૮૦૦ શ્લોક પ્રમાણ જ મૂળ ઉપલબ્ધ છે. એવું દીપિકા ટીકાના અંતે નોંધાયેલું છે. સંપૂર્ણ આચારાંગનું ઉપલબ્ધ શ્લોકમાન આશરે ૨૬૦૦ શ્લોક પ્રમાણ ગણાયું છે.
ગુણદોષનો વાસ્તવિક વિવેક નહિ કરી શકવાને કારણે આત્મા વિષયોમાં મૂર્શિત બન્યો છે, માટે સંસાર પરિભ્રમણના ભયવાળા આત્માઓએ આચારની પ્રાપ્તિ કરી આત્માને રક્ષવો જોઈએ. આ આચાર એટલે બીજું કાંઈ નહિ પરંતુ સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર, તપ અને વીર્યરૂપ પાંચ પ્રકારનો સાધ્વાચાર સમજવાનો છે. એ સમસ્ત સાધ્વાચારની રક્ષા, પાલના માટે જ આ આચારાંગ સૂત્ર નિર્દેશાયું છે. માટે જ એમાં :
xiv
શ્રીમદ્ આચારાંગ સૂત્રનો બાહ્યાભ્યતર પરિચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org