________________
આચારાંગસૂત્ર-ધૂતાધ્યયનનાં વ્યાખ્યાનો ભાગ-૧
પ્રાસ્તાવિકમ્
સંયમજીવનનાં પ્રારંભિક વર્ષોમાં “મુનિરાજશ્રી રામવિજયજી મ.'ના હુલામણા નામે પૂરા જૈન-જૈનેતર જગતમાં પ્રસિદ્ધિને વરેલા સંઘસન્માર્ગદર્શક વ્યાખ્યાનવાચસ્પતિ સુવિશાળગચ્છાધિપતિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ વિ. સં. ૧૯૮૫-૮૬માં આપેલા શ્રી આચારાંગ સૂત્ર-ધૂતાધ્યયનને અવલંબીને કરેલાં ૫00 વ્યાખ્યાનો પૈકી ૧ થી ૨૦ વ્યાખ્યાનો આ પ્રથમ ભાગ રૂપે છપાયાં છે.
જેમાં પહેલાં પાંચ વ્યાખ્યાનોમાં ટીકાકાર મહર્ષિ પૂજ્યપાદ આચાર્યવર્ય શ્રી શીલાંકસૂરીશ્વરજી મહારાજાએ કરેલ મંગલાચરણ પર વિવેચન રજૂ કરાયું છે. જૈન શાસનનાં વિવિધ ગુણવિશિષ્ટ વિશેષણોની ત્યાં ચર્ચા કરાઈ છે.
પાંચમા વ્યાખ્યાનથી ટીકાનો બીજો શ્લોક ચર્ચવાનો શરૂ કરાયો છે, સાથે પરમાત્માની વાણીના સાચા પરિણમન માટે જરૂરી બાબતોનું ધ્યાન આપવા જયવીયરાય સૂત્રનું રહસ્યોદ્ઘાટન શરૂ કર્યું છે. જે આ ભાગની પરિસમાપ્તિ સુધી દરેક વ્યાખ્યાનમાં ક્રમશઃ આગળ વધે છે.
એમાં પણ ધર્મસાધનાનો પાયો ભવનિર્વેદ હોઈ સાતથી નવ ક્રમાંકનાં પ્રવચનોમાં મુખ્યતાએ એ વિષયનાં પ્રવચનો કરેલાં છે. છેલ્લા વીસમા પ્રવચનથી શસ્ત્રપરિક્ષા વિવરણ અને ટીકાની ત્રીજી ગાથાનું વિવેચન શરૂ થાય છે.
આ ભાગમાં પ્રકાશિત થતાં વ્યાખ્યાનોમાં શ્રી જૈન શાસન, શાસનની અપરિવર્તનશીલતા, ગુરુપદની મહત્તા, સમર્પણની અનિવાર્યતા, આલંબનની જરૂરીયાત, ધ્યાનના અધિકારીઓ, મુનિની ફરજ, આજ્ઞા શાસનની ઉપયોગિતા, બાળદીક્ષા, લોક વિરુદ્ધચ્ચાઓનો પરમાર્થ તેમજ હેય ઉપાદેય અંગેની વિવેકદૃષ્ટિ જેવી અનેક બાબતો ચર્ચાઈ છે.
- સંપાદક
પ્રાસ્તાવિકમ
xvii
xvii
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org