________________
એવી સમગ્રપણે સાધ્વાચારના પરિપાલન માટે ઉપયોગી બાબતોનું સુંદરતમ વર્ણન કરાયું છે.
આ આચારાંગ સૂત્ર ઉપર વર્તમાનમાં ચતુર્દશ પૂર્વધર મહર્ષિ પૂ. આચાર્યદેવ શ્રી ભદ્રબાહુસ્વામીજી મહારાજા રચિત “નિર્યુક્તિ” રૂપ વ્યાખ્યા મળે છે. જે ૩૬૭ ગાથા પ્રમાણવાળી છે. એમાં વિચ્છેદ પામેલા સાતમા મહાપરિજ્ઞા અધ્યયનની ૧૮ નિર્યુક્તિ ગાથાઓ પણ ઉપલબ્ધ થાય છે એ વિશેષ છે.
વિક્રમના બીજા સૈકામાં પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી ગંધહસ્તીરિવર રચિત આ સૂત્રની ગંભીર “વ્યાખ્યા હોવાના પણ ઉલ્લેખો મળે છે. જે વ્યાખ્યા કાલાંતરે વિનાશ પામી હતી.
આ ગ્રંથ ઉપર પરમ ગીતાર્થ મહાપુરુષ પૂજ્યશ્રી જિનદાસગણી મહત્તરશ્રીજીએ રચેલી પ્રાચીન ચૂર્ણ' પણ ઉપલબ્ધ છે. જે સંસ્કૃત મિશ્ર પ્રાકૃતમાં છે.
ત્યારબાદ પૂજ્યપાદ આચાર્યવર્યશ્રી શીલાંકસૂરિજી મહારાજાએ રચેલ બૃહટ્ટીકા આપણને મળે છે, જેનું વર્તમાનમાં વિશેષ પઠન-પાઠન થાય છે. આ ટીકા વિક્રમના દસમા સૈકાના પ્રારંભમાં રચાયેલી હોવાના ઐતિહાસિક સંદર્ભો પ્રાપ્ત થાય છે. આ જ પૂજ્યપાદ સૂરીશ્વરે શ્રી સૂયગડાંગ નામના આગમની વૃત્તિ પણ રચેલી મળે છે. તદુપરાંત ખરતરગચ્છીય આચાર્યશ્રી જિનહિંસસૂરિજી મહારાજે રચેલી પ્રદીપિકા તેમજ અંચલગચ્છીય આચાર્યશ્રી માણિજ્યશેખર સૂરિજી મહારાજ દ્વારા રચિત દીપિકા નામે લઘુ વ્યાખ્યાઓ પણ મળે છે.
છેલ્લે “શ્રી લક્ષ્મીકલ્લોલ' નામના વિદ્વાન મહાત્માએ રચેલી તત્ત્વાવમા નામની ટીકાનો ઉલ્લેખ પણ પ્રાપ્ત થાય છે.
પૂજ્ય પ્રવચનકાર પરમતારક ગુરુદેવશ્રીજીએ આવા મહાન આગમ ગ્રંથરત્નના છઠ્ઠા ધૂતાધ્યયનને અવલંબીને આ પ્રવચનો કર્યા છે.
પ્રારંભમાં મંગલાચરણને અવલંબીને, તે પછી “જયવીયરાય” સૂત્રને અવલંબીને અને તે પછી એક એક અધ્યયનના સામાન્ય પરિચયને અવલંબીને અને તે પછી છઠ્ઠા અધ્યયનનાં મૂળ સૂત્રો અને તેના ઉપરની શ્રી શીલંકાચાર્યજીની વૃત્તિને અવલંબીને આ પ્રવચનો થયાં છે. આ પ્રવચન વિસ્તાર આપણા સૌના ભવવિસ્તારનો અંત કરી, આપણને અનંત સુખના ભોક્તા બનવામાં નિમિત્ત બને એ જ એક શુભાભિલાષા.
એ જ લિ. - વિજય કીર્તિયશસૂરિ
xvi
શ્રીમદ્ આચારાંગ સૂત્રનો બાહ્યાભ્યતર પરિચય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org