________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
છોડી દીધું. ઘેબર ભક્ષ્ય છે, ખાવા યોગ્ય છે, અભક્ષ્ય નથી, છતાં ખાતાં ખાતાં
કાંઈક પૂર્વસ્મૃતિ થવાથી ઝટ આપું મૂક્યું.
શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી પાસે જઈને પૂછ્યું કે ‘મહારાજ ! ઘેબર ભક્ષ્ય કે અભક્ષ્ય ?’
૪૪
'
સૂરીશ્વરજી કહે છે કે ‘કુમારપાળ ! તારે માટે અભક્ષ્ય.’
કુમારપાળ : ‘ખવાઈ ગયું, પ્રાયશ્ચિત્ત આપો.’
ભક્ષ્ય ચીજ, ખાવા યોગ્ય ચીજ, છતાં સૂરીશ્વરજીએ એમને માટે અભક્ષ્ય કહી અને એવી ઉમદા ચીજને શ્રી કુમારપાળ છોડી દેવા પણ તૈયાર થયા. શ્રી જિનેશ્વરદેવના કહેલા સિદ્ધાંતના પાલનમાં વાંધો આવે એવી તો કોઈ ચીજ ન જોઈએ : સર્વસ્વ જાઓ, પણ આજ્ઞાપાલન ન જાઓ.
44
કહેવાય છે કે શ્રી કુમારપાળ મહારાજાએ ગણધરગોત્ર બાંધ્યું. શ્રેણિક મહારાજા પહેલા તીર્થપતિ અને કુમારપાળ મહારાજા તેમના ગણધર થવાના. આ ગણધર ગોત્ર કઈ રીતે બાંધ્યું, એ નહિ વિચારો ? દેવ, ગુરુ અને આગમ પર કેટલી બધી આસ્થા ? કંટકેશ્વરી દેવીએ રાત્રે આવીને શ્રી કુમારપાળને કહ્યું-નહિ છોડું, મારી નાખું, પરંપરાથી ચાલ્યો આવતો ભોગ કેમ ન આપે ? આખું રાજ્ય, પ્રજા, મંત્રીમંડળ, બધા નારાજ હતા. શ્રી કુમારપાળે એ સ્થિતિમાં પણ એ દેવીને સમજાવી કે ‘શ્રી જિનેશ્વર જેવા દેવ અને શ્રી હેમચંદ્રસૂરિજી સરખા ગુરુ તથા તેમના કૃપાધર્મને પામેલો હું, તારી આ માગણીને તાબે નહિ થાઉં. જો તું કુળદેવીનો હક્ક કરતી હોય, તો હું કહું છું કે મારા ધર્મમાં તું સહાયક થા : એમ ન બનતું હોય ને એથી ઊલટી ભાવના થતી હોય, તો તારે જે કાંઈ કરવું હોય તે સર્વ કરવાની છૂટ છે, પણ હું શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા આઘી મૂકીને એક કદમ પણ નહિ ભરું.'
આપણે કહીએ કે તીર્થ પામ્યા, તીર્થ પર અમને રાગ : બરાબર, પણ એ રાગ કયા ખૂણામાં, કઈ જગાએ છે, તે નહિ બતાવો ? નહિ વિચારો ? બે-પાંચ લાખ રૂપિયાની ખોટ જાય, જાતને દુઃખ થાય, ત્યાં તમે બધું કરો : પણ પ્રભુમાર્ગની વાત આવે, પ્રભુમાર્ગ વિરુદ્ધ થઈ રહ્યું હોય, ત્યાં ફરજ બજાવવાની વાત આવે ત્યારે હશે-હશે થાય, તો સમજવું કે તીર્થ હજી અહીં (હૈયે) નથી આવ્યું : માત્ર મોઢે કહેવાય છે-હૈયે નથી.
ઘરનો એક કરો પડી જાય, એક માણસ ચાલ્યું જાય, બાર મહિનામાં બે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org