________________
43
– ૪ તીરથની આશાતના નવિ કરીયે - 4
–
૪૩
સામા પક્ષની જય બોલાવતા. શ્રી કુમારપાળ જેવા પણ મૂંઝાઈ જતા “રૂટું વુિં - આ શું ?” પણ એક વાસના એમના હૃદયમાં એટલી મજબૂત સેલી હતી કે “જે શ્રી જિનેશ્વરદેવે કહ્યું તે સાચું : બીજું નહિ જ.” આ વાતના સુયોગે, કદી એ મૂંઝાતા તો પણ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી એમને સ્થિર બનાવી શકતા. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી તો માનતા હતા કે આ સર્વ નાટક છે, રમત છે : ભોળાને ભમાવવાની નીતિ છે. શું કરીએ ? સામો પક્ષ કરે તો કર્યા વિના છૂટકો નથી. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી આ બધું સમજાવતા. મહારાજા કુમારપાળ આ રીતે દિવસે દિવસે મક્કમ બનતા ગયા. ગાદી મળ્યા પછી કેટલોક વખત તો શ્રી હેમચંદ્રસૂરિજીને મળ્યા વિનાનો જ ગયો અને મળ્યા પછી પણ આ રીતે કેટલોક સમય ગયો. સિત્તેર વર્ષની વયે શ્રી કુમારપાળ પરમ શ્રાવક બન્યા. શાસ્ત્ર કહે છે કે પરમ શ્રાવક શી રીતે બન્યા ? લોકહેરીને તજી તો ! જો આત્મા લોકહેરીમાં પડી જાય, તો શાસનની પ્રાપ્તિ અને એનું પાલન અશક્ય થાય છે. આવા સુંદર મહિમાવંત તીર્થ માટે આપણે આપણી જાતને પણ તેવી બનાવવી પડે.
સારા સ્થાનમાં જવું હોય તો વ્યવહાર કહે છે કે ઠીકઠીક થવું પડે. શ્રીમંતને ત્યાં, ઓફિસરને ત્યાં, રાજસભામાં જવું હોય તો છાજતી રીતે જવું જોઈએ. કેમ સલામ ભરવી, કેમ ઊભા રહેવું, કેમ બેસવું, આ બધું જાણવું પડે, વાતચીત કરવામાં સામાનો પ્રકૃતિસ્વભાવ જાણવાની કાળજી રાખવી પડે, રખે છેડાઈ ન જાય-રખે માન આપતાં અપમાન ન લાગે ! ત્યાં આ બધા વિચાર કરો છો : એ તમને કાંઈ આપી દેવાનો નથી તોયે આ બધા વિચાર કરો છો અને તીર્થમાં આવવા માટે કાંઈ વિચાર નહિ ? તમારા પૂર્વજોને વાંચો, સાંભળો, બરાબર યોગ્ય રીતે વિચારો તો માલૂમ પડશે કે જૈનશાસનમાં આવવા ઇચ્છનારા, જૈનશાસનને પામેલા તથા જૈનશાસનને સેવવાની ઇચ્છાવાળાની વૃત્તિ અને પ્રવૃત્તિ કેવાં હોય ?
કુમારપાળ મહારાજા કંઈ જન્મના જૈન નહોતા. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીના સહવાસથી શ્રી કુમારપાળનો આત્મા રંગાઈ ગયો. પણ પૂર્વે તો એ માંસાહારી હતા, ક્ષત્રિય હતા, એમનામાં જૈન સંસ્કાર હતા જ નહિ. એવા પણ ધર્મી થયા પછી એક દિવસ ઘેબર ખાવા બેઠા.ખાતાં ખાતાં કાંઈક પૂર્વની સ્મૃતિ થવાથી ઝટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org