________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
-
૧૦
નથી, અયોગ્ય વિચારને અહીં સ્થાન નથી, આ તીર્થની દુનિયામાં જોડી નથી, એને સ્થાપનારા પણ એને નમે છે. કહો, કેવું અને કેટલું મહિમાવંતું એ ? એ આપણને મળ્યું. તીર્થ હૈયે વસ્યું છે?
યોગ તો થયો, હવે શ્રેમની વાત ! વ્યવહારથી મળ્યું કહીએ, બાકી જો આ તીર્થ રોમેરોમ પરિણમી જાય તો કામ થઈ જાય. જેટલા જેટલા અંશે આપણામાં શિથિલતા કે પામરતા દેખાય, તેટલા તેટલા અંશે આના પરિણામનો અભાવ. આ તીર્થ પામીને પણ, આ લોકમાં પડી જઈ જો પરલોકને ભૂલી જવાય, તો એના જેવી કમનસીબી બીજી એકેય નથી. જેટલી આજે આ લોકની ચિંતા થાય છે, તેટલી જ પરલોકની ચિંતા થાય, તો માગો છો તે બધું મળી જાય. આ લોકના પૌદ્ગલિક સંયોગો ગળા સુધી વળગેલા છે-આત્મા એમાં એટલો બધો લીન બની ગયો છે કે, એને પરલોક યાદ નથી આવતો પરલોકનો ખ્યાલ પણ રહેતો નથી : પરલોકમાં શું થશે તેનું ભાન પણ નથી રહેતું : એના જ યોગે આ બધી ભયંકર વિટંબણાઓ થઈ રહી છે.
તીર્થનાં જે વખતે વખાણ કરીએ, ત્યારે છાતી ઉપર હાથ મૂકી પૂછવું જોઈએ અને કહેવું જોઈએ કે : “ભાઈ ! તીર્થ પામ્યો છું? જો તું તીર્થને પામ્યો હોય, તો તને દુનિયાનો આટલો રંગ હોય જ નહિ.”
કુમારપાળ મહારાજે સિત્તેર વર્ષની વયે શ્રી સિદ્ધગિરિજીનો સંઘ કાઢ્યો : પરમશ્રાવક એ, એ વયે બન્યા. પ્રાયઃ પચીસ વર્ષની વયે એકવાર સિદ્ધરાજની સભામાં, શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાનો એકવાર યોગ થયો હતો એ વખતે કુમારપાળ ઉપર એટલી છાપ પડી હતી કે આ કોઈ મહાત્મા છે. એ વખતે સૂરીશ્વરજીએ કુમારપાળને એક ગુણ સમર્પણ કર્યો હતો અને તે પરનારીસહોદરપણાનો ! ચોપન વર્ષે રાજગાદી મળી, પછી ધીમે ધીમે વસ્તુતત્ત્વ પામ્યા, એમનું સમકિત ચળાવવા ઘણીયે ધાંધલ મચાવવામાં આવી : પાટણની પ્રજાની તે વખત એ સ્થિતિ હતી કે એક દિવસ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી તરફ, તો એક દિવસ સામા પક્ષ તરફ ! હીંડોળાની જેમ લોકો ડોલતા. કોઈ કાળે બધા લોક સમાન હોય એવું નથી : ફક્ત સિદ્ધના આત્મામાં એમ છે.પણ તેવા થવા માટે તો આ બધું છોડી દેવું પડશે. વાંધો માત્ર ત્યાં છે. પાટણના લોક તે વખતે એક દિવસ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજીની જય બોલાવતા, તો એક દિવસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org