________________
૪ : તીરથની આશાતના નવિ કરીયે 4
એ વાહવાહને કોઈ માને ? લક્ષ્મીનો એવો વ્યય કોઈ કરે ખરો, કે જેથી બીજા દિવસથી જ ભીખ માગવી પડે ? ચાર દિવસ, આઠ દિવસ, પંદર દિવસ; એક મહિનો,છ મહિના; વરસ, બે વરસ, પાંચ, પચાસ, સો, હજાર વરસ; લાખ, કરોડ કે અબજ વર્ષ;–અરે પૂર્વે સુધી અને દેવતાના જીવનમાં પલ્યોપમો અને સાગરોપમો સુધી ભલે એ બધું હોય, પણ પછી શું ? પરિણામ શું ?
41
જ્ઞાનીઓ કહે છે કે દેવતાઓનું સુખ અનુપમ છે. પૌદ્ગલિક ઉમદા સુખસામગ્રીની કમી નથી. પણ જ્યારે ચ્યવનનો સમય આવે, ત્યારે છ માસ પહેલાં પુષ્પમાળા કરમાય અને એ જાણે કે હવે આયુષ્ય પૂરું થવા આવ્યું ! ત્યારે એ છ મહિના એટલી વેદના ભોગવે કે પેલા સાગરોપમોનાં સુખ પણ ભુલાઈ જાય અને છ મહિના શી રીતે પસાર કરે તે તો તે જાણે. જ્ઞાની કહે છે કે સારી ચીજ પણ જો જવાવાળી હોય, તો બહેતર છે કે ન મળે : જિંદગીના ભિખારીને ભીખ માગવામાંભિખારીપણું ભોગવવામાં વાંધો નહિ : શ્રીમંત બન્યા પછી, હજારોના હાથમાં આપ્યા પછી, હાથ ધરવાની દીનતા સહેવી, એ બહુ ભયંકર છે. માટે જ્ઞાની કહે છે કે સંસારમાં સુખ છે તો નહિ, પણ માનો કે હોય તો પણ તે કારમું છે : માટે એમાં લીન ન થાઓ : આ લોકમાં ન મુંઝાતા. પરલોકની સારી રીતે ચિંતા કરો. શેઠ, શાહુકાર અને લોકોના પૂજ્ય પણ ગણાતા, જો આ લોકમાં તણાઈ ગયા, તો ભયંકર પરિણામની આગાહી તૈયાર છે.
૪૧
આ રજોહરણ-ઓઘો અમે પરલોક માટે લીધો છે. તમને બતાવવાનો તે પણ એટલા માટે જ ! તિલક કરનારા પણ ધર્મક્રિયા કરે તે પરલોક માટે જ ! અને પરલોકમાં દુઃખી ન થાઓ એટલા માટે જ આ બધી મહેનત છે. તમારી પરલોકની જેટલી ચિંતા અમને છે તેટલી આ લોકની ચિંતા નથી : તમારી આ લોકની ચિંતા કરવાનો અમને શ્રી જિનેશ્વરદેવોએ નિષેધ કર્યો છે. જે આત્માને પરલોકનો ખ્યાલ આવે છે, જે સમજે છે કે બધી સામગ્રી છોડીને જવું છે, જે જાણે છે-માને છે કે પરલોક જેવી ચીજ છે, એ આત્માને તો આ લોકનાં સુખ સુખ તરીકે ભાસતાં જ નથી. એને તો એ સુખમાં મુંઝવણ થાય છે. માટે અહીં કહી રહ્યા છે કે આ તીર્થ પ્રભાવસંપન્ન છે, ઘણું મજેનું છે, જેવો મહિમા ગાયો તેવું છે, જેના મહિમાનો પાર નથી, જે તીર્થની આગળ એક પણ અયોગ્ય વિચાર ટકી શકતો નથી, અને કોઈ સુંદર વિચાર એમાં સમાતો નથી એવું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org