________________
૪૦.
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
-
40
અને વિચક્ષણને હોય ? શ્રી જિનેશ્વરદેવોથી નમસ્કાર કરાયેલા તીર્થમાં આવી વિશિષ્ટતાઓ ન હોય, તો અન્યત્ર હોય પણ ક્યાં ? આવા તીર્થની જયનશીલતામાં જ કલ્યાણાર્થી આત્માઓનો વિજય છે. માટે જ ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે આ તીર્થ સદા માટે જયવંતુ છે. પરમ ઉપકારી શ્રી જિનવિજય મહારાજા પણ ભગવાન શ્રી મહાવીરદેવના સ્તવનમાં કહે છે કે :
જેનાગમ વક્તા ને શ્રોતા, સ્યાદ્વાદ શુચિબોધ છે;
કલિકાલે પણ પ્રભુ તુજ શાસન, વર્તે છે અવિરોધ જી.” આપણે કેટલા ભાગ્યશાળી કે આવા તીર્થને પામી શક્યા!આવા તીર્થને પામી તેની આરાધનામાં કચાશ કરીએ, આપણી સંસારરસિકતા એમ ને એમ જાળવ્ય જ રાખીએ, તો આપણા જેવા કમનસીબ કોણ ? ભાગ્યયોગે આવા તીર્થની પ્રાપ્તિ થઈ, અને પછી પણ જો આરાધનામાં એની સેવામાં-આજ્ઞાપાલનમાં-એક એક સિદ્ધાંતોના સમર્થનમાં, આપણી શક્તિ તથા બુદ્ધિનો ઉપયોગ ન કરીએ, તો આપણા જેવા કમનસીબ દુનિયામાં બીજા કોઈ પણ નહિ. આવા સિદ્ધાંતોના પાલન માટે મહાપુરુષોએ શું શું કર્યું છે, તે જાણો છો ? આવા સિદ્ધાંતો બતાવવા માટે શ્રી તીર્થંકરદેવોએ પણ તકલીફ વેઠવામાં જરા પણ કમી રાખી નથી. સંયમ લીધું ત્યારથી, કેવળજ્ઞાન થયું નહિ ત્યાં સુધી છઘસ્યકાળમાં એક દિવસ પણ જમીન પર બેઠા નહિ ! આ બધું શા માટે ? તીર્થની સ્થાપના માટે !
તીર્થના સ્થાપક તીર્થપતિઓ. તેઓ શા માટે તીર્થ સ્થાપે ? જગતનાં પ્રાણીઓ આધિ, વ્યાધિ અને ઉપાધિરૂપ આ સંસારમાંથી છૂટાં થાય તે માટે !
સંસાર વધારવા કે સંસાર ખીલવવા કે સંસારની મોજમજા વધારવા માટે તીર્થ સ્થાપના નથી.
જ્યાં સંસાર છે-ત્યાં શાંતિ, સુખ કે આનંદ નથી. અજ્ઞાની આત્માને સુખ, આનંદ ને શાંતિ દેખાતી હોય, તો તે પણ ઝાંઝવાનાં નીર જેવી છે. એ સુખ, શાંતિ ને આનંદ, પરિણામે અનેકગણી અશાંતિ, તકલીફને દુઃખનેલઈ આવનાર છે. શાસ્ત્ર, સંસારમાં સુખ નથી એમ કહે છે, તેનો આશય આ છે નથી એમ નહિ, છે, પણ એ પરિણામે દુઃખને લાવનારું છે માટે નથી જ, - એમ કહેવું સારું ને ! એક દિવસ નામના અને બીજા જ દિવસથી જિંદગી સુધી ભીખ માગવી પડતી હોય, તો તેવી નામનાને કોણ પસંદ કરે ? આજે શેઠની વાહવાહ થતી હોય અને કાલે રાખ ઊડી જતી હોય, તો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org