________________
૪ઃ તીરથની આશાતના નવિ કરીયે
તીર્થ જયવંતુ શાથી?
ટીકાકાર મહર્ષિ શ્રી શીલાંકસૂરિજી મહારાજા તીર્થની પ્રશંસા કરતાં ફરમાવે છે કે તીર્થ જયવંત છે : શાથી ? શ્રી જિનેશ્વરદેવોથી શરૂઆતમાં નમસ્કાર કરાયેલું એવું છે અને એથી જ તે અનુપમ છે. દુનિયામાં આ તીર્થની કોઈ જોડી નથી, કારણ કે તે “નનિયન તિ-અનાદિ અને અનંત છે.” કોઈ પણ કાળે આ વિશ્વમાં તે તીર્થનો અભાવ નથી હોતો : કારણ કે ભરતક્ષેત્રમાં અમુક કાળે મર્યાદા તીર્થનો અભાવ હોય છે, પણ મહાવિદેહક્ષેત્રમાં તો તીર્થનો કદી જ અભાવ નથી હોતો. વળી
"बहुविधभङ्गि-सिद्धसिद्धान्त-विधूनितमलमलीमसम्" અનેક પ્રકારની અપેક્ષાઓથી સિદ્ધ એવા સિદ્ધાંતો દ્વારા પાપરૂપ મળને નાશ કરનારું-આ તીર્થ છે. અર્થાતુ તીર્થમાં એવા સિદ્ધ સિદ્ધાંતો વર્તે છે, કે જે સિદ્ધાંતોમાં આત્મા ઉપર લાગેલા એવા કર્મરૂપ મલોને દૂર કરવાનું સામર્થ્ય છે અને તેથી જ તે તીર્થ
"विहितैकैकतीर्थनयवादसमूहवशात्प्रतिष्ठितम्" ‘વિહિત કરાયેલા એક એક તીર્થના નયવાદના સમૂહના વશથી પ્રતિષ્ઠિત થયેલ છે.” આથી જ વિશ્વના એક પણ સુંદર વિચારને આ તીર્થમાં સ્થાન નથી એમ નથી : અતુટ વિશ્વમાં ફેલાયેલા સઘળા સુંદર વિચારોની ઉત્પત્તિ ભૂમિ, એ આ તીર્થ છે. અને એ જ કારણે
“સમસ્ત-વસ્તુ-વ-વિચRIVાસ્તસ્તર્ણમ્" “સમસ્ત વસ્તુઓના સમસ્ત પર્યાયોના વિચારથી સર્વ તીર્થિકોને
અપાસ કરનારું આ તીર્થ છે.' આ તીર્થની સમક્ષ વિશ્વનો એક પણ અસુંદર વિચાર પોતાનું અસ્તિત્વ ટકાવી શકે તેમ નથી. આવી આવી અનેક વિશેષતાઓથી વિશિષ્ટ બનેલું તીર્થ સદા સ્થાયી હોય, એમાં આશ્ચર્ય શું છે? આવા તીર્થની અનુપમતામાં શંકા પણ કયા વિવેકી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org