________________
૪ : તીરથની આશાતના નવિ કરીયે
તીર્થ જયવંત શાથી ? • તીર્થ હૈયે વસ્યું છે ? • પ્રભાવક કોણ બની શકે ? • ગુલામ કોણ ? • તીરથની આશાતના નવિ કરીએ :
વિષય: તીર્થની તવનામાં તીર્થનાં અન્ય વિષÍન ઉપયોગતીર્થની
આશાતનાનાં દુષ્પરિણામો. એનું વર્જન. તીર્થભક્તિ. અનેક વિશેષ બાબતોથી નિરુપમ બનેલું જૈનશાસન હોવાથી જગતનો એક પણ ખોટો વિચાર એની સમક્ષ ટકી શકે તેમ નથી. આ ધ્રુવપદની આસપાસ ગુંજન કરતું આ પ્રવચન અત્યંત રોચક બન્યું છે. હૈયે તીર્થને વસાવ્યા વિના તીર્થ-શાસનની ભક્તિ થતી નથી. કુમારપાળ મહારાજાની મૂંઝવણ અને શ્રી હેમચંદ્રાચાર્યજીની એ મૂંઝવણમાંથી મુક્તિ મેળવી આપવાની કળા અને ધીરજ એમ કરતાં કરતાં થયેલી અપૂર્વ તીર્થસેવા. પ્રભાવકનું સર્જન. એ માટે લોકરીત્યાગ વગેરે અનેક મહત્ત્વપૂર્ણ વિષયો ઉપર ધારાવાહિક રીતે પ્રકાશ પાથર્યો છે પ્રવચનકારશ્રીજીએ !
મુળાક્ષાત • જ્યાં સંસાર છે - ત્યાં શાંતિ, સુખ કે આનંદ નથી. • સારી ચીજ પણ જો જવાવાળી હોય, તો બહેતર છે કે ન મળે. ૦ લોકરીમાં પડેલાને શાસનપ્રાપ્તિ અને એનું પાલન અશક્ય છે. • સર્વસ્વ જાઓ, પણ આજ્ઞાપાલન ન જાઓ. • પરલોક માનતા હો તો પાપ ન કરો, થઈ જાય તો પણ તેના પ્રશંસક તો ન જ બનો. • કુટુંબમાં એવો આદમી રાખો, કે જે મરતાં સમાધિ સમર્પે ! ૦ આત્માના ઉદ્ધારની બાબતમાં બેદરકાર ન બનો. વીતરાગની આજ્ઞા, સેવા અને એમનો કહેલો ત્યાગમાર્ગ જેના હૃદયમાં જ નથી, તેના જેવો
આ જગતમાં બીજો કોઈ ગુલામ નથી. • ત્યાજ્યના અખતરા ન હોય. ત્યાજ્યના અખતરા કરનારા તો વીરના શાસનના સ્વરૂપથી
અજ્ઞાત છે. • અનુપમ તીર્થ પામ્યા બાદ ન આરાધાય તો એના જેવી કમનસીબી બીજી કોઈ નથી, એ નક્કી
માનજો !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org