________________
37
૩ : અપરિવર્તનશીલ શાસન
Jain Education International
–
3
સામાયિકમાં જ પરમ આનંદ છે. જિંદગી સુધી સામાયિકમાં રહેવાય તો કેવું સારું ? પણ શું કરું કે દુનિયાના આરંભસમારંભમાં ફસાયેલો છું માટે રહેવાતું નથી. હવે જ્યારે તે આદેશ માગે કે : છાજારેળ સંવિસદ માવન્ ! સામાયિઝ પારું ?- ઉત્તરમાં ગુરુ ‘પાર.’ એમ કહે ? નહિ, ત્યારે ‘નહિ જ.’ એમ કહે ? એમેય નહિ. ગુરુ તો એમ જ કહે કે : ‘પુનવિ જાયવ્યું અર્થાત્ ફરી પણ કરવા યોગ્ય છે' : પણ ‘કર' એમ ન કહે : કારણ ગુરુ જાણે છે કે એ ઊઠવાનો છે. આજ્ઞા કરે તોય ભાંગે. આજ્ઞા પળાવનારે આજ્ઞા પાળનારને એ સ્થિતિમાં ન મૂકવા. જેમ બીડી પીતા છોકરાને જોઈ મર્યાદા સાચવવા ઇચ્છનાર બાપ આંખ મીંચી લે : જો જોવાઈ જાય તો છોકરો પછી નફ્ફટ થઈ જાય : મર્યાદા તૂટી જાય. શ્રી જિનેશ્વરદેવના મુનિઓ, ઉપદેશ કરે પણ આદેશ નહિ ! ‘કરવા જેવું છે’-આ પ્રમાણેની આજ્ઞાનું પાલન થાય. કદાચ તાકાત હોય તો શ્રાવક ફરીને પણ સામાયિક કરે : તાકાત ન હોય તો ‘યથાશક્તિ' કહી, ‘ફરીને કરવા જેવું છે’-એ વચનનો સ્વીકાર કરે કે યથાશક્તિ કરીશ. ‘ફરીને કર’-એ આદેશ કરે તો ફરીને કરનારા બધા આજ્ઞાપાલક લાવવા ક્યાંથી ? માટે વસ્તુ પર પ્રેમ જીવતો-જાગતો રહે એ માટે ઉપદેશ કરે, પણ આદેશ ન કરે. પછી બીજા આદેશમાં ‘છારેળ સંસિહ ભાવન્ ! સામાયિ પારું' કહે આથી ગુરુ મહારાજ પણ સમજે કે હવે આ પારવાનો જ : એટલે ગુરુ કહે કે : ‘આયારો ન મુત્તો -આચાર મૂકવા યોગ્ય નથી !': આ કથનનો શ્રાવક ‘ત્તવૃત્તિ’ કહીને સ્વીકાર કરે. પછી ‘સામાન્ય વયનુત્તો' બોલે. આ પારવાના સૂત્રમાં પણ કેવી ઉમદા વસ્તુ ભરી છે ? પારતાં પણ એ જ વાતને એ વિચારે છે કે ‘સામાયિક વ્રતમાં યુક્ત એવો આત્મા, જ્યાં સુધી મન નિયમસહિત હોય ત્યાં સુધી જેટલી વાર સામાયિક કરે, તેટલી વાર અશુભ કર્મનો નાશ કરે, અને સામાયિક કરતી વખતે શ્રાવક સાધુના જેવો થાય છે; આ કારણથી ઘણીવાર સામાયિક કરવું જોઈએ. પછી મન, વચન અને કાયાના, તથા અવિધિના દોષની ક્ષમા માગી ઊઠે : પારતાં પારતાં પણ સામાયિકની આ વિચારણા : સામાયિક લેતાં જે ભાવ, તે જ પારતાં થાય, કે સામાયિક વારંવાર કરવું જોઈએ. આવું અનુપમ તીર્થ તે અનાદિ અનંત છે. ટીકાકાર મહર્ષિ એ તીર્થની જયનશીલતાને કઈ કઈ રીતે વર્ણવે છે, તે વધુ હવે પછી.
62
For Private & Personal Use Only
www.jainelibrary.org