________________
૩૦
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧
–
અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર :
કોઈ વ્રત લીધું કે આ ચીજ ન ખાવી. હવે એ ખાવાની ઇચ્છા થાય એ અતિક્રમ. માત્ર ઇચ્છા, એ અતિક્રમ. જ્યાં સુધી ખાવા ઊઠે નહિ ત્યાં સુધી અતિક્રમ અને ખાવા માટે ઊઠે એટલે વ્યતિક્રમ. ખાવાની ચીજ હાથમાં લે નહિ, ત્યાં સુધી વ્યતિક્રમ અને હાથમાં લે એ અતિચાર. જ્યાં સુધી મુખમાં જાય નહિ, ખાય નહિ ત્યાં સુધી અતિચાર : જાય અને ખાય એટલે અનાચાર. અનાચાર થયો એટલે વ્રતભંગ.
અતિક્રમ, વ્યતિક્રમ તથા અતિચારમાં વ્રતભંગ નહિ : જો કે એમાં મન આવ્યું તોયે શાસ્ત્ર કહે છે કે વ્રતભંગ નહિ : વ્રતભંગ તો અનાચારે થાય. આવી જ રીતે ભાવના, પરિણામ અને પ્રવૃત્તિ. સામાન્ય ઇચ્છા, તે ભાવના : ઉત્કટ ઇચ્છા, તે પરિણામ : પરિણામ થાય તો પ્રાયઃ પ્રવૃત્તિ થયા વિના રહે નહિ. સમ્યગ્દષ્ટિને સર્વવિરતિની ભાવના જ કહી. ભાવનાના યોગે સીધા પ્રવૃત્તિના રૂપકને પકડી ન લો. ભાવનાવાળો, પ્રવૃત્તિવાળા જેટલી આજ્ઞા કક્યાં પાળે છે ? શાસ્ત્ર કહે છે કે પ્રવૃત્તિવાળાને જે આજ્ઞા કહી તે ભાવનાવાળાને કરાય, તો તે તેનો અમલ ન કરી શકે. પરિણામમાં પણ પ્રવૃત્તિ વિના એ જ દશા : પ્રવૃત્તિ પછી તો લગામ છે-અંકુશ છે. મુનિવરો માટે મુનિપણાનો વેષ, એ અંકુશની ગરજ સારે છે. નિર્લજ્જ, નફ્ફટ અને જાતહીન નીવડે તેની વાત જવા દો, પણ જાતવાનને તો અંકુશ જ છે. હાથીના પગલામાં બધાં પગલાં સમાય. જિંદગીના સામાયિકની વાતમાં બે ઘડીનું સામાયિક તો આવી જ જાય. બે ઘડીનું સામાયિક પણ સાચું ક્યારે ? જિંદગીના સામાયિકની ભાવના હોય તો ! સામાયિક કરનાર એ જ ઇચ્છે કે ક્યારે તે સુદિન આવે કે, માવજીવિત આ સામાયિક કરું. પુણિયા શ્રાવકનાં સામાયિક કીમતી શાથી ? આત્મા તન્મય બનતો માટે ! સામાયિક લેતી વખતે કઈ ભાવના અને પારતી વખતે કઈ ભાવના ? સંવત્સરી પ્રતિક્રમણ પૂરું થાય કે તરત પારવાની કેવી લહેર વહેલા તે પહેલો. હા...શ. પત્યું : આ ક્યાંથી નીકળે છે? કોનો પ્રતાપ ? જે ભાવના જીવનમાં ઓતપ્રોત થવી જોઈએ, તે થઈ નથી માટે ને? વિધિને વિચારો. સામાયિક લેતી વખતે તો આદેશ માગતાં “સામાયિક મુહુપત્તિ પડીલેહું -એમ કહેવાય છે. અને પારતી વખતે માત્ર “મુહપત્તિ પડીલેડું એમ કહેવાય છે : તેનું કારણ વિચારો તો ઘણું સમજાઈ જાય. પારવાના શબ્દોથી આત્માને આનંદ ન થાય. હૃદયમાં તો એમ જ થવું જોઈએ કે આ
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org