________________
૩ : અપરિવર્તનશીલ શાસન - 3
૩૫
:
કર્યું તોયે શુદ્ધિ ન થઈ. પોતે પ્રભુને પોતાનું સ્વરૂપ ન કહ્યું. પોતાનું હૃદય પણ પોતાને ઝંખે. દોષિત બહાર કહે કે હું શુદ્ધ છું : પણ હૃદય તો તેનું પણ ડંખે જ. પાપ કરો નહિ કરો તો આમ છુપાવો નહિ : નહિ તો મરતાં સુધી એ પાપ ડંખશે-સતિને બદલે દુર્ગતિએ લઈ જશે. બહાર સારો કહેવાતો પણ અંદરનો પાપી તરી જાય, એ કાયદો અહીં નથી. દુનિયાની છેવટની હદે પહોંચે, એ તો પાપને પણ પુણ્ય માને : એના તો નિસ્તારની બારી જ રહેતી નથી. તે તો પાપને વાજબી કહે, વધુમાં એમ પણ કહે કે : ‘પાપ કરીએ તો જ રહેવાય, પાપ વિના ચાલે જ નહિ, અને જો પાપ કરવાની શાસ્ત્ર ના કહે તો એ શાસ્ત્ર ન જોઈએ.' આવાનો નિસ્તાર કઈ રીતે થાય ? આજના જમાનાની તકરાર તો આ છે ને ?
35
બાલસંસ્કારનો પ્રભાવ :
બાળકને જે માર્ગે લઈ જઈએ તે માર્ગે લઈ જવાય. બાળકને શાહુકાર કે ચોર બનાવવા, તે વાલીના હાથમાં છે. પુણ્યવાન હોય તો ચોરનો દીકરો પણ શાહુકાર થાય ને પાપોદયે શાહુકારનો દીકરો પણ ચોર થાય : પણ એ અપવાદ, બાકી મોટા ભાગે માબાપ લઈ જાય ત્યાં બાળક જાય. જન્મના સંસ્કાર પડે તે મરતાં સુધી ભાગ્યે ભૂંસાય. તીવ્ર કર્મના ઉદયે ફરે, કે પલટો થાય તે વાત જુદી. એ તો આઠ વર્ષના બાળકને પણ થાય : પચાસ વર્ષનાને પણ થાય ઃ એંસી વર્ષના બુઢ્ઢાને પણ થાય : ચાલીસ કે ત્રીસ વર્ષના જુવાનને પણ થાય : એનો પ્રતિબંધ ન હોઈ શકે. ભીલનાં છોકરાં જન્મથી જીવોને મારતાં શીખે : શ્રાવકનાં છોકરાં જન્મથી કીડીને મારવાથીયે કંપે. આ કોણે શિખવાડ્યું ? શ્રાવકના દીકરાને, કોઈ પણ પ્રાણીના પ્રાણ લેવાનું, કોઈ પણ પ્રાણીને કાપવાનું કે દુ:ખી કરવાનું મન થાય ? શ્રાવકના દીકરાને તો ત્યાં ઊલટી જ થાય. ભૂલથી પગે ચગદાઈ જાય અને દેખાય તો ચક્કર આવે. જૈનકુલના આ જન્મના સંસ્કાર. એ સંસ્કાર ભૂંસાઈ જાય ત્યારે તો માનો કે પરિણામે શ્રાવક તરીકે ઓળખાતા પણ કસાઈ પેદા થવાના છે. ન માનતા કે સ્વચ્છંદપણે સેવાયેલી પ્રવૃત્તિ આત્માને કઠોર બનાવ્યા વિના રહે ! આજ તો પશ્ચિમમાં પણ ઘોંઘાટ છે કે, મનુષ્યને મનુષ્ય રહેવા દેવા હોય તો હાલતાં ચાલતાં પ્રાણીઓ ઉપર તકલીફના પ્રયોગો ન થવા જોઈએ. એ થાય તો મનુષ્યનું હૈયું મટી હેવાનનું હૈયું થાય છે. આથી જ કહું છું કે ભાવના, પરિણામ અને પ્રવૃત્તિના રૂપકને સમજો : ભાવના એ પરિણામની પૂર્વાવસ્થા છે. ભાવના ઉત્તમ કોટિની થાય ત્યારે પરિણામના અંકુરા ફૂટે, અને એના યોગે પ્રવૃત્તિ થાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org