________________
૩૪
--
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧
–
તીર્થની સ્થાપના કરી : તોયે છૂટ્યા કેટલા ? થોડા, ઘણા જ થોડા : એક નિગોદનો અનંતમો ભાગ, જ્યારે જ્યારે જિનેશ્વરદેવને આ પ્રશ્ન પુછાય, ત્યારે ત્યારે આ એક જ ઉત્તર કે એક નિગોદનો અનંતમો ભાગ મુક્તિએ ગયો. બીજો ઉત્તર નહિ. મોક્ષમાર્ગને કહેનારા અનંતા થઈ ગયા, તોયે હજી સંસાર જીવતો ને જાગતો રહ્યો, માટે ગભરાવું નહિ. શાસ્ત્ર પાપનો નિષેધ કરે, એથી કાંઈ પાપના રસિયાઓ ઓછા જ પાપકર્મો બંધ કરવાના છે ? પણ શાસ્ત્ર તો પાપનો નિષેધ જ કરવાનું પાપને પાપ જ કહેવાનું. અઢારે પાપસ્થાનકો દુનિયામાંથી બંધ થાય, એ કદી બન્યું નથી બનતું નથી અને બનશે પણ નહિ. પણ તેથી શાસ્ત્ર કાંઈ પાપનો નિષેધ ન કરે ? પાપથી થતી દુર્ગતિ ન બતાવે ? પાપના સહવાસીઓને શાસ્ત્ર તથા મુનિઓ તો એ જ કહે કે પાપથી દુર્દશા થવાની. શાસ્ત્ર તથા મુનિઓ શું સામા આત્માને વિષયમાં જોડવાની દયા ચિંતવે ?
સભા: એ તો ઝેર.
ભગવાન શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા કહે છે કે ધર્મ બહુ સૂક્ષ્મ દૃષ્ટિએ વિચારવાનો છે. “વિષયની સામગ્રી ચાલી જાય છે'-આમ કહી લોકોને તેમાં જોડવા એ દયા છે? નહિ જ.
લક્ષ્મણા સાધ્વીએ ચટકયુગલની મૈથુનક્રીડા જોઈને વિચાર્યું કે “કેવું સુખ! અવેદી જિનને વેદીના દુઃખની શી ખબર ?' આ વિચાર આવતાની સાથે જ વિચારમાં પરિવર્તન થયું. “હું ભૂલી. જિન અવેદી ખરા, પણ વેદના સ્વરૂપથી કંઈ ઓછા જ અજ્ઞાત છે? વેદનો એમને ઉદય નહિ, પણ કાંઈ વેદનું સ્વરૂપ નથી જાણતા ? આ પાપનું પ્રાયશ્ચિત્ત લેવું જોઈએ. જ્ઞાની પાસે પ્રાયશ્ચિત્ત લીધું, ત્યાં પણ એમ પૂછ્યું કે કોઈ આવો વિચાર કરે તો શું પ્રાયશ્ચિત્ત ?” પોતાનું શલ્ય કાર્યું નહિ. ઘોર તપશ્ચર્યા કરી. શલ્યના કારણે સંસાર વધાર્યો અને પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ ન થઈ.
સભા : જ્ઞાની તો શલ્ય જાણે ને ?
બરાબર બધું જ્ઞાની જાણે અને કોને શું કહેવું, શું આપવું, શું થવાનું છે, કોણ તરશે-ડૂબશે શાથી? આ બધું જાણે!માટે એમની દૃષ્ટિમાં હોય તેમ એ વર્તે ત્યાં પ્રશ્ન જ ન હોય. અસ્તુ. આટલો વિચાર શ્રીમતી લક્ષ્મણા સાધ્વીએ કર્યો તો આ દશા. આટલાય વિચારનો જૈનશાસનમાં નિષેધ છે. સાધ્વીએ પ્રાયશ્ચિત્ત માટે તપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org