________________
૩૩
– ૩ : અપરિવર્તનશીલ શાસન - 3
-
૩૩
પણ પોતાથી આજ્ઞાવિરુદ્ધ વર્તી ન જવાય તેવો સમય આવે તે પહેલાં તેઓ પોતાના પ્રાણોનો પણ પરિત્યાગ કરતાં ન અચકાય : પણ શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિ કરતાં કદાચ સારી દુનિયા સામે હોય, તે છતાં પણ તેનું એક રોમ પણ ફરકવું ન જોઈએ. અસ્તુ.
ક્ષાયિક સમકિત જવાનો ભય નથી, ક્ષયોપશમ સમકિતવાળાને એ ભય છે. આથી ક્ષાયિક સમકિતવાળો એમ માને કે મારું સમકિત ઊંચું છે, માટે સાયિક સમકિત જેનામાં ન હોય એવા સંયમધરને ન વાંદું-તો ? પણ ક્ષાયિક સમ્યક્તને ધરનાર પુણ્યાત્મા એમ માને જ નહિ : એ તો હૃદયના બહુમાનપૂર્વક સંયમધરના ચરણોમાં ઝૂકે. વાસુદેવના સમયમાં સારીયે દુનિયામાં શારીરિક બળમાં એમના જેટલું બળ,શ્રી તીર્થંકરદેવ આદિ સિવાય-અન્ય કોઈનામાં ન હોય. શ્રી કૃષ્ણ મહારાજા ભગવાન શ્રી નેમિનાથ સ્વામીના નાનામાં નાના સાધુને પણ વંદન કરતા અને વિચારતા કે હું પામર અને બહાદુર છે. જે શ્રી કૃષ્ણ મહારાજા લાખો સુભટો વચ્ચે અડગપણે નિર્ભયતાથી ઊભા રહી શકતા, એ કહેતા કે લાખો સુભટો વચ્ચે ઝૂઝવું તે બહાદુરી કરતાં, સંસારના વિષયોની સામે નિર્વિકાર રહેવું, તે સાચી બહાદુરી છે : ન તજી શકાય એ તજવામાં બહાદુરી છે. મારું બળ પૌદ્ગલિક : એમનું બળ આત્માને એકાંત લાભદાયી. અને માટે એ ત્યાગી, વંદનીય, પૂજનીય અને સેવનીય છે. શ્રી કૃષ્ણ મહારાજાના હૃદયની આ ભાવના. એ મહાન ભાવનાના યોગે તો તે પુણ્યવાનમાં સર્વવિરતિ રોમેરોમમાં વ્યાપી રહી છે.
અનુત્તરવિમાનવાસી દેવોના કષાયો કેટલા ક્ષીણ ? એટલા બધા મંદ કે જ્ઞાનીએ એમને વીતરાગપ્રાયઃ કહ્યા. ત્યાં જાય પણ કોણ ? જેમનું આયુષ્ય સાત લવનું બાકી હોય તે ! જો સાત લવ વધુ આયુષ્ય હોત, તો તો કેવળ થાત. માટે તો એ દેવોને ‘લવસરમીયાકહ્યા. આવાને પણ ગુણઠાણું કયું ? ચોથું. અહીં એમના કરતાં કેટલાય ગણા કષાયો હોય, અહીં એવી વીતરાગતા ન હોય, છતાં પાંચમું-છઠું ગુણઠાણું પણ હોય. શાથી? વિરતિ માટે ! તીર્થને નમવાનો હેતુ !
સભા તીર્થને નમવાનો હેતુ શો ? તીર્થે છોડાવ્યા માટે. અનંતા શ્રી તીર્થંકરદેવોએ એનું એ જ કહ્યું અને એ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org