________________
45
--
- ૪ : તીરથની આશાતના નવિ કરીયે - 4
–
૪૫
પાંચ હજારની ખોટ આવે, તેવે વખતે ઘણાને રોતા જોયા છે. વારંવાર આંખમાંથી આંસુ નીકળે અને કહે કે મહેનત કર્યા છતાં ચાલ્યું ગયું. પણ ધર્મ ખાતર રોતો હોય તેવો આદમી જો ન મળે, તો શું કહેવાય ? પણ શાસનને માટે આંસુ સારનારા જગતમાં જીવે છે. નથી જીવતા, એમ ન માનતા. જ્યાં સુધી શાસન જીવે છે, ત્યાં સુધી પ્રભુના શાસન માટે પણ આંસુ સારનારા અખંડપણે જીવતા રહેવાના છે. ભગવાન શ્રી મહાવીરદેવે કહ્યું છે કે પાંચમા આરાના અંત સુધી શાસન જવાનું નથી, પણ મુદ્દો એ છે કે એમ માનીને તમારે અને અમારે બેસી રહેવાનું નથી. પ્રભુમાર્ગની રક્ષા ખાતર જે કાંઈ કરવું ઘટે, તે અમારે અને તમારે પણ કરી છૂટવું જોઈએ. પ્રભાવક કોણ બની શકે ?
મહારાજા શ્રી કુમારપાળ દેવીને સ્પષ્ટરૂપે ધ્વનિત કર્યું કે “જે કરવું હોય તે કર, પણ મારા હૃદયની માન્યતા ફેરવવાની તાકાત તારામાં નથી'. વસ્તુ પામેલા એ આત્માઓને આ લોક કરતાં પરલોકની દરકાર કેટલી બધી હતી? તમે બધા પરલોક, પુષ્ય, પાપ, પુણ્ય-પાપના ફળ તરીકે સ્વર્ગ, નરક માનો છો, માટે તમારી સાથે પરલોકના ઉદ્દેશથી વાત કરું છું.
ત્રણ ખંડના સ્વામી શ્રીકૃષ્ણ મહારાજા જેવાને શ્રી નેમિનાથ સ્વામીએ કહી દીધું કે તે કાર્યવાહી એવી ભૂંડી કરી છે કે, તારા માટે એ કાર્યવાહીના યોગે એક વાર તો નરકે ગયા સિવાય છૂટકો નથી.
શ્રેણિક મહારાજાએ એક એવું પાપ કર્યું કે તે વખતે ક્લિષ્ટ અધ્યવસાયમાં જ નરકનું આયુષ્ય બાંધ્યું, ત્યાર પછી ક્ષાયિક સમયક્ત મેળવ્યું, ભગવાન શ્રી મહાવીરદેવના ભક્ત બન્યા, અરિહંતપદની એવી અનુપમ આરાધના કરી, કે જેના યોગે તીર્થંકર-નામકર્મ નિકાચ્યું તો પણ નરકે ગયા વિના તો ન જ ચાલ્યું. એક વખતે શિકારે ગયા હતા. ગર્ભવતી હરણીને પોતે બાણ માર્યું. ગર્ભિણી હરણીનું પેટ ચિરાયું, ગર્ભ બહાર નીકળ્યો અને બન્ને તરફડી તરફડી મુ. આ વખતે શ્રેણિક મહારાજા કહે છે કે મારું બાણ કેવું અમોઘ છે! કેટલો પરાક્રમી અને કલાકુશળ ! એક બાણે બે જીવોનો નાશ કરી શક્યો : કેવો બહાદુર ! શાસ્ત્ર કહે છે, એ ભાવનાના યોગે નિકાચિત નરકા, બાંધ્યું અને પછી તીર્થંકર નામકર્મ નિકાગ્યા છતાંયે નરકે જવું પડ્યું. ભગવાન શ્રી મહાવીરદેવે કહ્યું કે તારે નરકે ગયા વિના છૂટકો નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org