________________
૪૬
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
-
૩.
પાપ અને પાછી પાપની પ્રશંસા!એનું પરિણામ શું? જ્ઞાની કહે છે કે-પરલોક માનતા હો તો પાપ ન કરો, થઈ જાય તો પણ તેના પ્રશંસક તો ન જ બનો. પાપ કર્યો જવાં, પાપનાં વખાણ કર્યું જવાં અને પરલોકને માનનારો આસ્તિક છું, એમ કહેવું એ બને? કોઈ માણસ પોતાને બાદશાહ કહેવરાવે તો કોઈ ના નથી પાડતું, પણ દુનિયા તો ત્યારે જ માને, કે જ્યારે તેનામાં બાદશાહી જુએ.
પાપ કરનારા પાપ કરે, ઉપરથી પાછાં વખાણ કરે, અને પરલોકને માનવાનું કહે, એ મેળ કેમ મળે ? પરલોકને માનનારા રાજીથી પાપ કરે ? પ્રાણાતિપાત, મૃષાવાદ, ચોરી, સ્ત્રીસંગ અને પરિગ્રહ વગેરે રાજીથી કરે, કરાવે અને અનુમોદે ? આ સારું કર્યું, એમ બહાર જઈ બોલે ? અરે હૈયામાં પણ એમ થાય ? આ માટે પહેલાં બહુ કહેવાયું છે.
કુટુંબમાં ઉત્તમ વિચારની હારમાળા ચાલવી જોઈએ. જો તમારાથી ન થાય તો બહારનો એક આદમી સ્મરણ કરાવવા રાખો. કુટુંબમાં એવો આદમી રાખો, કે જે મરતાં સમાધિ સમર્પે ! એમ નહિ કરો તો તો લક્ષ્મીવાન મરશે ત્યારે તેનાં કુટુંબીઓ તો વીલમાં પડી જશે, અને ગરીબ મરશે તો ગરીબનાં કુટુંબીઓ રોશે. મરનારની તો હાલત બુરી જ થવાની. શ્રીમંત મરે ત્યારે બધા ભેગા થઈ શું કરે ? વીલ કરાવે, સીલ કરે, ક્યાં મૂક્યું એ પૂછે-ગાજે, માગી લે, સંતાડાય તે સંતાડે, ચૂલા તળે દાટે. ગરીબ મરે ત્યારે હવે શું થશે.-એમ કહી પાછળના રોવા માંડે. મરનારની હાલત તો બૂરી છે. તમારી અને મારી દૃષ્ટિમાં ભેદ બહુ છે. દૃષ્ટિ જુદી હોય ત્યાં સુધી ધારેલું પરિણામ કદી આવે નહિ. ગમે તે ભોગે દૃષ્ટિ એક થવી જ જોઈએ. થવા માંડી છે અને થઈ પણ છે, પણ બરાબર અખંડપણે થવી જોઈએ અને તેમ થાય એ ઇચ્છું છું.
શ્રી જિનેશ્વરદેવના શાસનને પામનારા બધાને પરલોક, પુણ્ય, પાપ, સદ્ગતિ, દુર્ગતિ માન્ય હોય, ત્યાં દૃષ્ટિમાં ભેદ કેમ હોય ? મદમાં, નશામાં, મોટાઈમાં, હું અને મારાપણામાં ઘણું ગુમાવ્યું. પોતાની પ્રભાવના ઇચ્છનારો જૈનશાસનનો સેવક નથી. “હું” અને “અમે-એ ન ભુલાય ત્યાં સુધી પ્રભુના શાસનની સાચી અને વાસ્તવિક પ્રભાવના થઈ શકતી નથી. શાસ્ત્રમાં આઠ જાતના પ્રભાવક કહ્યા છે તે, “શાસનપ્રભાવક' - પણ જાતપ્રભાવક' નહિ. પોતાની શક્તિનો ઉપયોગ તે શાસન માટે કરતા, માત્ર જાત માટે નહિ ! તમે શાસન માટે કરવા માગો છો કે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org