________________
૪ : તીરથની આશાતના નવિ કરીયે 4
જાત માટે ? શાસન માટે કરો છો કે જાત માટે ? જાત તો એક દિવસે સળગી જવાની છે. લગાવવું હોય તો અત્તર લગાવો, મઢવી હોય તો સોને મઢો, રસનામાં પડીને અભક્ષ્ય ખાઈ ખાઈ ભલે ફુલાઈ જાઓ, પણ એ જાતની એક દિવસે રાખ જ થવાની છે, એ ન ભૂલો.
સભા : બાળી આવીએ છીએ ને ?
અરે, ભાઈ ! એ તો બીજાની કે તમારી ? છો તો જ્ઞાની : છો તો સમજદાર : બાળનારા પણ ખોપરી આખી ન રહે તેમ વાંસડેથી ફોડી બાળવાના. છાતી પર બંધ બાંધે કે ૨ખે ઊઠી ઘેર ન આવે. આગળ હાંલ્લીવાળાને કહે કે તારે પાછું ન ભાળવું. બધું ઢબસર જ કામ. છાતીના બંધ છોડતી વખતે પણ છાતી પર વજન મૂકવાનું. આ જાતની તો દશા થવાની છે. છતાં એના માટે પ્રપંચ કર્યે જાઓ અને ધર્મની દરકાર ન કરો, તો પરલોક હૃદયના કયા ખૂણે વસે છે તે તો કહો ? હું કહું છું તે કડવું લાગતું હશે ! ભલે કડવું લાગે, તમે પરલોક માનો, પરલોકની વાતોમાં હાજી હા ભણો, અને જરાય અમલમાં ન જણાય, એ કેમ ચાલે ? તમને એનો ભય નથી લાગતો ? આવા નિર્ભય ? જ્ઞાનીએ નિર્ભય બનવાનું કહ્યું છે, તે આવી જાતના નહિ ! નિર્ભય એવા બનો, કે જેમાંથી નિર્ભયતાના આત્મગુણો પ્રગટે. આજની કહેવાતી નિર્ભયતાએ નઘરોળ બનાવ્યા છે : પાપના ભીરુ મટાડી દીધા છે. પાપથી ભયવાન બનવાનું કે નિર્ભય ? ધર્મનો અધિકારી કોણ ? પાપમાં રાચનાર કે પાપથી ભીરુ ?
47
આ પાટ પરથી પાપની પુષ્ટિ થાય તેવી એક પણ વાત કહેવાની હોય જ નહિ. દુનિયાની એક પણ કાર્યવાહીને પુષ્ટિ મળે તેવું આ પાટ ઉપર બેસનાર ન ઇચ્છે. એક દિવસમાં નવ નવ વાર રેમિ ભંતે !' બોલનાર મુનિવરો પાપની પુષ્ટિ થાય, આરંભ-સમારંભ વધે અને જગતની અર્થકામની લાલસા મજબૂત થાય તેવી વાત કરે જ શાના ? ખરેખર, શ્રી જેનશાસનમાં પ્રભાવક તે જ થઈ શકે છે, કે જેઓ પ્રભુની આજ્ઞા મુજબ અંગીકાર કરેલી પ્રતિજ્ઞાઓને વળગી રહેવામાં કોઈની પણ શરમથી ન અંજાય, સન્માર્ગની રક્ષા માટે પોતાના માનાપમાનની દરકાર ન રાખે અને પ્રભુના શાસનની સેવામાં જ પોતાનું સર્વસ્વ સમજે.
Jain Education International
૪૭
For Private & Personal Use Only
www.jainelibrary.org