________________
૧૨ : ધ્યાનના અધિકારીનું સ્વરૂપ
તો નોકરી પણ ક૨વી પડે : કેવી નોકરી ? પચાસ રૂપિયાના પગાર પૂરતી ? નહિ, શેઠ જતે દિવસે ભાગીદાર બનાવે એવી. એવી નોકરી કરનાર પગાર તરફ ન જુએ : શેઠના હૈયામાં પેસે તેવી નોકરી કરે. પગાર પૂરતી નોકરી કરનાર માટે તો શેઠને એટલું જ થાય કે ‘કામ તો કરે છે, વાંધો નથી :' પણ પગાર તરફ ન જોતાં બધું કામ ઉપાડી લેનાર માટે શેઠને જરૂ૨ એમ થાય કે ‘મારી ગેરહાજરીમાં જરૂર આ માણસ કામ ચલાવે તેવો છે.’ ચાર-છ મહિને શેઠ જ કહે કે ‘ભાઈ ! તું નોકર નહિ પણ આજથી તારો બે આની ભાગ.’ વળી થોડા દિવસ પછી ચાર આની કરે અને અરધોઅરધ ભાગ પણ કરે. આખી પેઢીનો બોજો સોંપી દે. પરિણામ એ આવે કે શેઠની સામે શેઠ જેવી પેઢી કાઢી શકે તેવો એ બને : પણ આમ કરે તોને ? આંખો મીંચી બેસી રહે ને ‘મોડ’ની જેમ, તે શ્રીમાન એ હું !-એવું ધ્યાન કરે તો શ્રીમાન થાય ?
155
-
Jain Education International
12
આજના ધ્યાન કરનારને ખાતી વખતે ગરમાગરમ રસોઈ જોઈએ, તીખાં તમતમતાં શાક જોઈએ, ત્રણ શેર દૂધ જોઈએ અને એમાં પાશેર થી જોઈએ ! એમ કહે કે ‘દૂધમાં ઘી નાખવાથી નસો કૂણી રહે તથા તેથી આસન સારું કરી શકાય અને આવું બધું કરી ધ્યાની બને !! ભલા, એ ધ્યાન ચાંનાં ? તેલ ચોળાવે, દૂધમાં થી પીએ અને ધ્યાન કરે એમને ધ્યાની કહે કોણ ? શાસ્ત્રકારોએ ધ્યાતાનું જે સ્વરૂપ કહ્યું છે, તે તો આપણે જોઈ આવ્યા. એ યોગ્યતા વિના જો આવી રીતે તેલ ચોળાવીને, ગરમાગરમ રસોઈ જમીને, તથા દૂધ અને ઘી ઝાપટીને ધ્યાની થવાતું હોય તો કોણ ન થાય ? સર્વે થાય. જે ભૂમિકાએ જે ક્રિયાઓ હોય તે છોડવી જોઈએ નહિ. એ ક્રિયાઓથી ધીમે ધીમે આત્મા ચડતો જાય છે : પાપથી બચે છે : શુદ્ધ માર્ગનો ગવેષક બને છે : શુદ્ધ માર્ગની પ્રીતિવાળો બને છે. અનુષ્ઠાનોનું આલંબન નાનુંસૂનું નથી. આલંબન બરાબર લઈએ તો પરાકાષ્ઠાએ લઈ જાય. આ વસ્તુ કેવી છે ? નાનીસૂની છે ? નવાને વાંચતા પણ મૂંઝવણ થાય તેમ છે : અર્થ કરતાં અકળામણ થાય : ચાર વાર વંચાય તો પણ ભુલાય ! ત્યારે જે મહાપુરુષો આ લખ્યું જ ગયા હશે, તેઓને વસ્તુ કેટલી પરિણમી હશે તે વિચારો. વિચારી વિચારીને લખવા બેસે તો આટલું બધું લખી શકે ? વસ્તુ જ પરિણમી ગઈ. ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ સાડાત્રણ કરોડ શ્લોક રચ્યા. આયુષ્ય ચોરાશી વર્ષનું : અમુક વર્ષે દીક્ષા લીધી થોડાં વર્ષ તો અભ્યાસમાં પણ ગયાં હશે ને ? સિદ્ધરાજ અને કુમારપાળને પ્રતિબોધ કરવામાં પણ સમય ગાળતા : વ્યાખ્યાન રોજ ચાલુ : ચર્ચાનો પાર નહિ : પાંચ જાય ને દશ આવે એ
૧૫૫
For Private & Personal Use Only
www.jainelibrary.org