________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
ચાલુ ઃ આ સંયોગોમાં સાડા ત્રણ કરોડ શ્લોક રચ્યા, એમને જ્ઞાન કેવું પરિણામ પામ્યું હશે ! એવા પણ કહેતા કે ‘જે ભૂમિકાએ છીએ ત્યાંની ક્રિયા છોડાય નહિ.’ ઉભય કાળ એ પણ આવશ્યક કરતા : ક્રિયા છોડતા નહિ. આત્મકલ્યાણની ક્રિયાની વાત છે : દુનિયાદારીની ક્રિયાની નહિ. એમાં તો તમે એક્કા છો. એ ક્રિયામાં તો એવા એક્કા કે દેવને, ગુરુને અને ધર્મને પણ ભૂલી જાઓ. જાતને, સ્વરૂપને બરાબર ઓળખો અને તેવું જ કહો કે જેથી જગત ઠગાય નહિ, મૂંઝાય નહિ . સાચો વેપારી તો કહી દે કે ‘અમે બે આના ખાવા બેઠા છીએ માટે અમારાથી સાવધ રહેજો !' કેવળ ધર્મ માટે નીતિ પાળનારા તો બહુ થોડા છે. આત્માની ચિંતા જ નહિ ? :
૧૫૭
આબરૂ જમાવવા માટે, પેઢીની પીઠ મજબૂત કરવા માટે અથવા પેઢી જામે તો ઘરાકની સંખ્યા વધે તે માટે નીતિ પળાય,-એને શાસ્ત્ર ધર્મની કોટિમાં ન મૂકી. પક્ષીને જાળમાં ફસાવવા અનાજ નખાય એ દાન કહેવાય ? આ બધું કહું તે કડક લાગે, પણ કંઈ કહ્યા વિના છૂટકો છે ? ધર્મ માટે નીતિ પાળનાર વેપારી તો કહી દે કે ‘અમે જૂઠું બોલવા માગતા નથી, છતાં અમે વેપારી, માટે તારે તો માનવું કે વેપારી જૂઠું બોલી પણ જાય, માટે સાવચેત રહી માલ ખરીદવો.' ઘણીયે વાર જોવાયું છે કે ઘણાઓએ પ્રથમ નીતિથી વિશ્વાસ જમાવી પછી ઘણાનું કાસળ કાઢ્યું છે. થેંણાનો અર્થ બધા ન કરતા. સમષ્ટિમાં દોષ ઘૂસે તેને સામાન્ય રૂપે કહેવાય. એ દોષ દૂર થાય તો સુંદર. ‘દોષ નથી’-એમ કહો, એટલે કે જો તમે દોષરહિત બનો તો તો ઘણો આનંદ થાય. ગુણો ભર્યા હોય તો આનંદ ન થાય ? દોષ બતાવવો એને નિંદા, કલંક કે આળ ચડાવવું કહેવાય ? તમારામાં રહેલા દોષ અમને ખટકે છે. એ દોષ નીકળી જાય તે માટે પ્રયત્ન છે.
156
લક્ષ્મી અને દુનિયાની લાલસા ભલભલા આદમીનું ભાન ભુલાવે છે. આડંબરથી વેગળા રહેજો. કુટુંબરિવારને કહી દેજો કે ‘અમારી ખાતર પાપ ન કરતાં : અને અમને તમારું ભલું કરી નાખનારા માનતા હો તો ન માનતા : અમે જે કાંઈ તમારું ભલું કરીએ છીએ તેમાંયે સ્વાર્થ છે.’
સ્ત્રીને સારાં કપડાં અને અલંકાર વગેરે લાવી આપો છો તે એના ભલા માટે ? ખૂણે જઈને આત્માને પૂછજો, એટલે અંદરથી બરાબર જવાબ મળશે. છોકરાને ગરમ દૂધ પીવરાવો છો, ગરમાગરમ રસોઈ ખવરાવો છો, મોજમજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org