________________
157
– ૧૨ : ધ્યાનના અધિકારીનું સ્વરૂપ - 12–
– ૧૫૭
કરાવો છો, તે બધું એના ભલા માટે ? તમારા હૃદયમાં એનું સાચું ભલું વસી જશે ત્યારે બધી ક્રિયા ફરી જશે. તમે જે કાંઈ કટુંબની કાર્યવાહી કરો છો, તે ઉપકાર માટે નહિ-પણ સ્વાર્થ માટે ! સ્વાર્થ એ જ મહાપાપ. સંબંધીનું ભલું કરવાની ભાવના થશે, ત્યારે તો રૂપરંગ-ઢંગ-વાતચીત બધું ફરી જશે.
આજે નથી સ્ત્રી પતિના આત્માની ચિંતા કરતી કે નથી પતિ સ્ત્રીના આત્માની ચિંતા કરતો ! નથી માબાપ સંતાનના આત્માની ચિંતા કરતાં કે નથી સંતાન માબાપના આત્માની ચિંતા કરતાં ! બધાંયે પરસ્પર ખોખાં (શરીર) પંપાળે છે. દવાઓ પણ ખોખાંની થાય છે : આત્માની નહિ. છોકરાને તાવ આવે તો ધમાધમ થાય, પણ જૂઠું બોલે તો હોશિયાર થયો એમ કહેવાય : અરે, એવાં ઊઠાં ભણાવે કે “આ જમાનામાં જૂઠું ન બોલીએ તો પેટ ન ભરાય.” કલંક બધું જમાના ઉપર ! પોતાનો દીકરો જૂઠું બોલીને આવે અને માબાપ રાજી થાય ? એને તો એમ થવું જોઈએ કે “અમારું સંતાન જૂઠું બોલે એનું પરિણામ શું આવશે ? એની ગતિ બગડી જશે !” આ બધું અર્થ-કામની વાસનાએ થાય છે. પ્રયત્ન કર્યા પછી ન થાય ત્યાં કર્મોદય કહેવાય.
સભા : ચાર સંજ્ઞામાં આવે ને ?
ચાર સંજ્ઞા કહો કે સોળ કહો, એ બધું અર્થ-કામની વાસનામાં આવી જાય. હું કહી ગયો છું કે “સંસાર એ રોગ : મોક્ષ નીરોગાવસ્થા તથા શ્રી જિનેશ્વરદેવે કહેલો ધર્મ એ ઔષધ : અને અર્થ-કામ એ કપથ્થ!' કુપથ્ય પરનો પ્રેમ ન છૂટે, કુપથ્થસેવન ન મટે ત્યાં સુધી ધર્મઔષધનું સેવન બરાબર થાય નહિ, સંસારરોગ જાય નહિ અને મુક્તિરૂપી નીરોગાવસ્થા પમાય નહિ. શ્રી જિનેશ્વરદેવ ધવંતરિ વૈદ્ય છે : એ પરમ ઉપકારીએ સંસારી આત્માઓની નાડી પરીક્ષા કરી રોગ પરખ્યો છે : શ્રી જિનેશ્વરદેવ જેવા તારકના શાસનને પામવા છતાં પણ, આજનાં ઘણાં માબાપોને એ ચિંતા છે કે “ધર્મની વાતોથી બાળક સાધુ થઈ જશે!' પણ એ ચિંતા નથી થતી કે “ધર્મની પ્રાપ્તિ વિના ઉઠાઉગીર થઈ જશે.' ઉઠાઉગીર થાય તે સારો કે સાધુ થાય તે સારો ? છોકરાને રાજગાદી મળે તો સારું કે સાધુપણું મળે તો સારું ? જેવા છો તેવા પ્રગટ થાઓ તો આત્મા ડંખશે અને વૈરાગ્ય નિકટ આવશે.
મને તો એ થાય છે કે શ્રી જિનેશ્વર જેવા દેવા પામ્યા, આવું મજેનું શાસન પામ્યા, રોજ આવી ઉમદા પ્રાર્થના કરો છો, પ્રાર્થનામાં કેવું કેવુંય માગો છો અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org