________________
17
૨ : અનુપમ શાસન - 2
‘શાસનાત્તરની સાથે, તારા શાસનને જે આત્માઓ સમાન માને છે, તેઓ હણાઈ ગયા છે, કેમ કે વિષની સાથે અમૃતની સરખામણી કરે છે.’
‘અનુપમમ્’ – અનુપમનો હેતુ શો ? અનુપમ કેમ ? લોકની માન્યતાથી તદ્દન વિપરીતપણું નહિ આવે, તો અનુપમતા શી ? અહીં લોકની પૌદ્ગલિક ઇચ્છાઓને પોષણ નથી : અહીં લોકના તેવા તુચ્છ મનોરથને સ્થાન નથી : અહીં લોકવાસનાથી જુદાને સ્થાન છે. આર્ત્ત અને રૌદ્રથી છોડાવી, ધર્મ-શુક્લમાં જોડનારું આ શાસન છે. આ લોકનાં પૌદ્ગલિક સુખોની અભિલાષા, એ આર્ત્ત છે અને તેના રક્ષણની ભાવના, એ રૌદ્ર છે. બેયનો અભાવ એટલે આર્ત્ત-રૌદ્રનો અભાવ, ત્યાર પછી ધર્મ ધ્યાન, તે પછી શુક્લધ્યાન, પછી કેવળજ્ઞાન અને પછી મુક્તિ, - આ શાસનનો કાયદો ! આર્ત્ત-રૌદ્રને ન છોડવું હોય, તેને આ શાસન સાથે મેળ ન
ખાય.
૧૭
સભા : આર્ત્ત-રૌદ્ર બંધ થાય એટલે નારકી-તિર્યંચ બંધ થાય.
પણ નરકતિર્યંચગતિનો વાસ્તવિક ભય તો લાગવો જોઈએ ને ? તેના સ્વરૂપમાં પણ જેને સંપૂર્ણ શ્રદ્ધા ન હોય તેનું શું ?
આસ્તિક કોણ ?
પરમ ઉપકારી શ્રી સર્વજ્ઞદેવોએ વર્ણવેલા તિર્યંચ અને નરકગતિના સ્વરૂપમાં અને તે ગતિઓ પમાડનાર કારણોમાં સાચી શ્રદ્ધા જામી જાય, તો નાસ્તિકતાના બધા વાયરા આપોઆપ ઊડી જાય.
‘આત્મા, પુણ્ય, પાપ, પરલોક વગેરે વગેરે છે’-એમ બોલવા માત્રથી જ જો સમ્યગદ્દષ્ટિ થઈ જવાતું હોત, તો તો બધા એવા થઈ જાત, પણ તેમ નથી. પુણ્ય, પાપ, સ્વર્ગ, નરકનો સાચો ખ્યાલ થઈ જાય, તો તો આત્મા ડગલે અને પગલે પાપથી કંપતો રહે. દુર્ગતિનું કારણ પાપ છે, એમ માન્યા પછી તે પાપમાં આનંદ માને કે મનાવે જ કેમ ? પાપનાં કારણોને ઉપાદેય તરીકે મનાવનાર કદાચ, આત્મા આદિને માનવાની શેખાઈ કરતો હોય તો પણ, તે માત્ર નામનો જ આસ્તિક છે : પરંતુ વાસ્તવિક રીતે તે આસ્તિક નથી.
આત્મા, પુણ્ય, પાપ, પરલોક વગેરે વગેરે નથી, એમ જે કહી દે તેને તો પહોંચાય ! તેનાથી જગતને પણ બચાવી લેવાય ! બચવાની ભાવનાવાળા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org