________________
૧૭
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
–
–––
16
સભા ધર્મચક્રીપણાની ઇચ્છા તો ખરી ?
અલબત્ત, મૂકીએ છીએ તેના કરતાં શ્રેષ્ઠ અને સાધક વસ્તુની ભાવના તો ખરી જ. ચક્રવર્તી, ચક્રવર્તીપણાની ભાવના અને ભિખારી, ભિખારીપણાની ભાવના મૂકી દે, એટલે સમજો કે જૈનશાસન હાથમાં આવ્યું. ખરો સુખી , કે જે આ તીર્થને પામે. ન એને બીમારીમાં દુ:ખ કે ન મરતાંયે દુઃખ. આપત્તિના કાળે પણ એને દુઃખ નહિ, કારણ કે દુઃખ આવે ત્યાં પણ સુખની કલ્પના કરી લે. વાત એ છે કે આપત્તિને એ અશુભ કર્મનો ઉદય માને છે અને એ આવેલા અશુભના ઉદયને શાંતિપૂર્વક સહવામાં તે આત્માનું શ્રેય સમજે છે એટલે એ દૃષ્ટિએ તો આત્મા આપત્તિમાંય સંપત્તિ માને છે. વધુમાં પૌદ્ગલિક સંપત્તિને, એ ભયરૂપ અને હાનિરૂપ સમજે છે. એમાં લીનતા ન થઈ જાય, એટલું જ નહિ પણ જલદી કેમ છૂટે, એ જ તેના મનોરથો હોય છે. આ શાસન આવે, એટલે એને બહારની શ્રીમંતાઈ, ઠકુરાઈ, સાહેબી ખટકે છે, મુંઝવનારી લાગે છે આ બધું અત્યારે વિસ્તારથી કહેવાનો વખત નથી.
જો કે એવું પણ કહેનારા નીકળ્યા છે કે બધાને ભિખારી બનાવવા બેઠા છે ? પણ તેઓએ સમજવું જોઈએ કે ભિખારીપણું, એ ચીજ જુદી છે અને દુનિયાની ચીજની ઇચ્છાનો અભાવ, એ જુદી ચીજ છે. દુનિયાદારીની કામના તજી, કેવળ સ્વપરના કલ્યાણની સાધનામાં જ લીન થનાર આત્માને ભિખારી કહેનારાઓ જ પોતે ખરેખરા ભિખારી છે. જૈન સાધુ એટલે તો દુનિયાના શિરતાજ. ગામમાં ઘર નહિ, સીમમાં ખેતર નહિ, અને જેને દુન્યવી કોઈ વસ્તુની સ્પૃહા પણ નહિ ! માટે જ તે શાસનની સેવા સારી રીતે કરી શકે.
તીર્થનો પ્રભાવ જ જુદો છે, પણ હૃદયમાં-હૈયામાં એ સ્થિત થવું જોઈએ. આ તીર્થ કેવું? ‘અનુપમ': પણ શબ્દની સામ્યતાને લઈને બીજા કોઈની પણ આની સાથે સરખામણી કરવાની મહેનત ન કરતા. આત્મા, સ્વર્ગ, નરક -એ તો જૈનદર્શન પણ માને છે અને ઇતર દર્શનો પણ માને છે : પણ એ બેયની માન્યતામાં આભ-જમીન જેટલું અંતર છે. આ જ કારણે કલિકાળસર્વજ્ઞ ભગવાન શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે –
"त्वच्छासनस्य साम्यं ये, मन्यन्ते शासनान्तरैः ।। વિશેor તુ પીયૂષ, તેષાં દત્ત હતાત્મનામ્ II”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org