________________
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧ – – 18 બચી શકે ! પણ -છે” કહી ડોકું હલાવે અને કાર્યવાહી જુદી કરે, તેને કોઈ રીતે પહોંચાય ખરું? એવાની તો વ્રતાદિક ક્રિયા, એ પણ શુદ્ધ ક્રિયા નથી, પરતુ દાંભિક ક્રિયા છે : એવા દાંભિક વ્રતધારીઓ માટે તો ન્યાયવિશારદ ન્યાયાચાર્ય મહામહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ગણિવર લખે છે કે -
"दम्भेन व्रतमास्थाय, यो वाञ्छति परं पदम् ।
નોનવ સમા સડસઃ પાર વિધારિ II” “જે આત્મા દંભપૂર્વક વ્રતનો સ્વીકાર કરીને પરમ પદની વાંછા રાખે છે, એ ખરેખર લોઢાની નાવ ઉપર ચડીને સાગરના કાંઠે જવાની ઇચ્છા
વિચારો કે લોઢાની નાવમાં બેસનારો સમુદ્રના પારને પહોંચે ? સભા સાગરને તળિયે જાય !
ન જવું હોય તો પણ પેલું લોઢું જ એને તળિયે લઈ જાય. જેનું હૃદય આસ્તિક નથી, જેને હૈયે પાપનો ભય નથી, જે આરંભ-સમારંભની વાતથી કંપતો નથી, જે એનાથી આઘો રહેતો નથી, જગતને એનાથી બચાવવા જે પ્રયત્ન કરતો નથી, જે સ્વપરના આત્માને આરંભ-સમારંભના માર્ગોથી રોકતો નથી, તેમજ ઊલટો પુષ્ટિ આપે છે તેને, આસ્તિક કોણ કહે ? કદાચ કર્મયોગે પોતે છૂટી ન શકતો હોય, પણ તે કહે તો એમ જ કે “હું પામર, કે જેથી છૂટી શકતો નથી.' પણ ઊલટો છે એમ કહે કે “આરંભ-સમારંભ વિના તે ચાલે ?' તો તે આસ્તિક ક્યાંનો ? ભલે પછી મોટાં બોર્ડ આસ્તિકતાનાં ચિતરાવે, પણ એનાથી વળે શું? જરા આત્માને તો પૂછો !
શાસ્ત્ર કહે છે કે ધર્મ જેમ દેવસાક્ષીએ, ગુરૂસાક્ષીએ, તેમ આત્મસાક્ષીએ પણ કરવાનો છે. રોજ આત્માને પૂછો કે હૃદયમાં કંઈ પણ આવ્યું કે બધું જ બહાર ? સમજ્યની તમને માત્રા તો આપી, પણ એની ખાતરી માટે રોજ આત્માને પૂછો કે તારો અભ્યાસ સંસાર તરફ વધુ ઢળે છે કે જ્ઞાનીએ કહેલા માર્ગ તરફ ! જો જ્ઞાનીના કથન તરફ ઢળતો હોય, તો તો માનવું કે કંઈક પામ્યો અને સંસાર તરફ ઢળતો હોય તો આત્માને કહેવું કે હજી ઠગ લાગે છે. શ્રી જિનેશ્વરદેવને ચાંલ્લા વગેરે કરીને ફળાદિક મૂકનારને, પારસલથી મુક્તિનગરમાં મોકલી આપશે એમ માનવાનું નથી. આ તો વીતરાગ ! ન ભક્તિથી તોષાયમાન થાય કે ન નિંદાથી રોપાયમાન થાય ! ભક્તિ કરનાર પોતાની મેળે તરે અને નિંદા કરનાર આપોઆપ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org