________________
–– ૨ : અનુપમ શાસન - 2
-
૧૯
ડૂબે સો સોનાં કૃત્યોનું જ ફળ પામે.
આપણી પૂજા કે ભક્તિ લાંચરૂપ ન જ હોય. આપણા દેવ અને ગુરુ કાંઈ લાંચ ન લે ! સાધુ વંદનાને પણ મહાવિહ્ન માને : આથી તમારે ન કરવી, એમ નહિ પણ, જ્યારે જ્યારે ગૃહસ્થ વંદના કરે, ત્યારે ત્યારે સાધુ વિચારે કે આ વંદના મને નહિ પણ આ સંયમને છે. જેને જગત વંદે તેને મારે કઈ રીતે સેવવું જોઈએ, એ વિચારે તો તો એ આત્મા સન્માર્ગમાં ટક્યો રહે અને મુંઝાય નહિ : પણ જો તે પોતામાં જ બધું માની લે, તો ગબડતાં વાર પણ લાગે નહિ. ચડે એ આશ્ચર્ય કે પડે છે ?
સત્કાર અને સન્માન સહન કરવાં બહુ કઠિન છે. સત્કાર અને સન્માને તો કેટલાયનાં સમ્યક્ત છીનવી લીધાં ! કદી રહ્યાં તો નામ માત્ર ! વાહવાહની ભાવનાથી કેટલાયનાં સમ્યક્ત ચાલ્યાં ગયાં. ત્યાં ટકવું એમાં જ કસોટી : બધાય ત્યાગનું પરિણામ ત્યાં આવી ઊભું રહે, પણ ગભરાશો મા ! ચડતાં ચડતાં પડી પણ જવાય. પડી ન જવાય માટે સાવધ રહેવું. કોઈ પડી ગયા માટે તે વસ્તુ ખોટી નથી. ચડે એ આશ્ચર્ય, ચડીને સીધો પહોંચે એ આશ્ચર્ય, પણ પડે એમાં નવાઈ શી ? ચીકણી જમીનમાં તો ન લપસે એ જ આશ્ચર્ય : લપસે તેમાં આશ્ચર્ય શું ? માર્ગ ચકાય તેમાં નવીનતા નથી. પડનારને સાંભળીને માર્ગ પર ગુસ્સો ન કરે. કોઈ તમને કહે : “ફલાણા પડી ગયા' તો તમે કહેજો : “ચડ્યા ત્યારે ને ! પણ પામર ! તું ને હું તો ચડડ્યા પણ નથી.” તમારાથી બને તો પડનારને આશ્વાસન દો. સમજાવો કે “મહાનુભાવ! આટલું બધું પામીને આ દશા ?' જે કહે કે : “ફલાણો પડ્યો !” તેને તમે કહો કે “એ તો ચડ્યો તો હતો, પણ તું કોણ ?' આ બધી ભાવના ક્યારે આવે ? હૃદયમાં જ્યારે સાચી વસ્તુ જોઈએ તે રૂપે પરિણામ પામે તો !
અનુપમન્ - તીર્થ અનુપમ શાથી? વિનેશ્વરે. વિનતમ્ શ્રી જિનેશ્વરદેવથી શરૂઆતમાં નમાયેલું છે, તેથી. જિનેશ્વરદેવોથી શરૂઆતમાં નમાયેલું શાથી ? જે જે જોઈએ તે તે બધું જ એનાથી મળે છે માટે ને ? મોક્ષ પણ આનાથી જ મળે અને દુનિયાનાં સ્વર્ગાદિક સુખો પણ આના યોગે જ મળે. ઉપરાંત દુનિયાની સુખ, સંપત્તિ અને શાંતિ પણ આ તીર્થને આભારી છે : પરંતુ દુનિયાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org