________________
૨૦
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
કાર્યવાહી માટે એની સેવા કરવાની નથી. ચિંતામણિ આટો માગનારને આટોય આપે, પણ માગનારથી મંગાય શું ? તમારે બધાને શું જોઈએ છે ?
સભા : મોક્ષ.
જવાબ બરાબર છે, પણ વિચારીને દેજો. મોક્ષના અર્થીને સંસાર છોડવાની વાતથી દુઃખ ન થવું જોઈએ, સંસાર છોડનાર પ્રત્યે હૃદયની ભક્તિ જાગવી જ જોઈએ અને મુમુક્ષુ આત્મા પ્રત્યે દયા ચિંતવનારા તરફ દયા આવવી જોઈએ. વીસમી સદીના જમાનામાં યથેચ્છ મ્હાલી રહેલાઓ, ખરેખર મોક્ષના અર્થિની દૃષ્ટિએ તો દયાપાત્ર જ દેખાવા જોઈએ. આસક્તિ આદિના યોગે ભલે કદાચ ત્યાગનો સ્વીકાર ન કરી શકાય, પણ ત્યાગની વૃત્તિમાં તો વાંધો ન જ આવવો જોઈએ.
20
શ્રી કૃષ્ણ મહારાજા અને શ્રી શ્રેણિક મહારાજા ભલે ત્યાગમાર્ગનો સ્વીકાર ન કરી શક્યા, પણ તેઓની વૃત્તિ ત્યાગમાર્ગ પ્રત્યે કેવી હતી ? શ્રી શ્રેણિક મહારાજા કે શ્રી કૃષ્ણ મહારાજાને તો અવિરતિનો ઉદય છે, એમ પ્રભુ જેવાએ કહ્યું હતું : પણ આજના કેટલાકો, કે જેઓ વિરતિને પામવાના શક્ય પ્રયત્નો પણ નથી કરતા, તેઓ પોતાને અવિરતિના ઉદયવાળા છીએ, એમ કઈ રીતે કહેવરાવી શકે છે ? આપણો મુદ્દો એ છે કે અવિરતિના ઉદયવાળાઓ ભલે ત્યાગ ન કરી શકે, પણ તેઓનું વલણ કયું હોય ?
શ્રી જિનેશ્વરદેવના શાસનમાં જન્મેલો, જૈન નામ ધરાવનારો કદાચ ત્યાગી ન બની શકે, પરંતુ કોઈ ત્યાગી થાય ત્યારે તો તેની રોમરાજી વિકસ્વર થાય કે નહિ ? ત્યાગ એને રોમરોમ રમ્યો હોય : ત્યાગની સામે અને ત્યાગીની સામે એના હાથ ભેગા થાય. વીતરાગનો ભક્ત વૈરાગ્યનો વૈરી બને ? વૈરાગ્યનો સંગી ન હોય, એ ચાલે : પણ વેરી બને એ નિભાવાય ? શ્રી જિનેશ્વરદેવના શાસનમાં રહેલો દાતાર ન હોય તે નભે, પણ એ કૃપણતાને વખાણે એ કેમ નભે ? કૃપણ, અશીલવાન અને અતપસ્વી નભે, પણ એ પ્રત્યે ભાવના કઈ ? ‘ક્યારે દાન દઉં ? ક્યારે શીલ પાળું ? ક્યારે તપ કરું ?' બધાય સર્વવિરતિ લઈ ન શકે, એટલા માટે તો પ્રભુને ઇતર ધર્મો કહેવા પડે છે. સર્વથા નિગ્રંથતા આવ્યા વિના - મન, વચન, અને કાયાના યોગોને રૂંધ્યા વિના - શૈલેશીકરણ કર્યા વિના મુક્તિ નથી, પણ કોઈ કહે કે છઠ્ઠ ગુણઠાણે રહેલા મહાત્માઓએ પણ ચૌદમા ગુણસ્થાનકે રહેલા પરમર્ષિઓની માફક હાલવું જ નહિ, એ બને ? એ તો ચૌદમા ગુણસ્થાનકે બને : છતાં પણ છઠ્ઠા ગુણસ્થાનકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org