________________
સ
-
- ૨ : અનુપમ શાસન - 2
-
-
૨૧
રહેલા એવા તે મહર્ષિઓ પણ ઇચ્છે તો એ જ ભાવના એ જ કે સર્વથા અહિંસક બનું, મન-વચન-કાયાને સર્વથા રૂંધું, કારણ કે એ સર્વથા કાબૂમાં ન આવે ત્યાં સુધી મુક્તિ નથી. ગુણપ્રાપ્તિનો ક્રમ ક્યો? સભા માર્ગાનુસારી, સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, સર્વવિરતિ, સૂત્રકરણ, અર્થકરણ,
તદુભયકરણ, વિનિયોગકરણ - આ ક્રમ બરાબર ? આ ક્રમે પણ પમાય અને વગર ક્રમે પણ પમાય : ઉભય રીતે પમાય. એમાં કશી જ હરકત નથી પણ આમ જ પમાય એવું તો નથી જ. માર્ગાનુસારીનો પહેલો ગુણ “ન્યાયસંપન્ન:વિભવ'. એમાં નીતિ તો ખરી જ ને ? હવે દેશવિરતિ શ્રાવકનાં પાંચ અણુવ્રત પૈકીના બીજા અણુવ્રતમાં મોટા અસત્યનો ત્યાગ છે અને ત્રીજામાં મોટી ચોરીનો ત્યાગ છે. મોટું અસત્ય અને મોટી ચોરીનો ત્યાગ : બાકીનો નહિ. શાથી ? થઈ જાય છે એથી ! એ નીતિ કે અનીતિ ? એ વ્રત લેનારમાં માર્ગાનુસારીપણું છે ખરું કે નહિ ? હવે કોઈ એમ કહે કે અનીતિનો અંશ હોય ત્યાં સુધી દેશવિરતિ આવે જ નહિ, તો એ ચાલે ? આ ક્રમનો હેતુ એ છે કે દુનિયામાં અનેક પ્રકારના જીવો છે : એક પ્રકારના જ નથી. પંદર પ્રકારે સિદ્ધિ કહી : એમાં અન્ય લિંગે પણ કહી. અન્ય લિંગે કેવળી થાય, પણ ક્યારે ? વસ્તુ પમાય ત્યારે ! વસ્તુ પામ્યા પછી - કેવળી થયા પછી, આયુષ્ય બાકી હોય તો કયા લિંગે રહે ?
સ્વલિંગ કે અન્ય લિગે ? અન્ય લિંગમાં કેવળી થવાનો વસ્તુના યોગે સંભવ છે. માટે કોઈ કહે કે એ લિંગ પણ પ્રમાણ, તો ચાલે?
શાસ્ત્ર સૌથી ઊંચી વિધિ પહેલી કહે. તીર્થંકર થઈને મુક્તિમાં જવું એ ઉત્તમ, પણ એવા કેટલા ? બહુ થોડા. જ્યારે ગુણ વર્ણવવા બેસે ત્યારે ઊંચામાં ઊંચી કોટિના-શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વર્ણવે, કે જેને પામનારા થોડા જ હોય. શ્રી આનંદ અને શ્રી કામદેવ જેવા શ્રાવકો કેટલા ? તથા શ્રી ગૌતમ ભગવાન જેવા સાધુઓ કેટલા ? વર્ણનમાં તો કમી ન જ રાખે, પણ વર્ણન કરનારે બધા ભેદો ધ્યાનમાં રાખવા જોઈએ. મંત્રીશ્વર ઉદયન :
શ્રી ઉદયન મંત્રી છેલ્લી અવસ્થામાં યુદ્ધમાં ગયા છે : શ્રી સિદ્ધગિરિની યાત્રા તથા ઉદ્ધારની અભિલાષા છે. નિયમ છે, અભિગ્રહ છે કે ઉદ્ધાર ન થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org