________________
આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો – ૧
–
2
ત્યાં સુધી એકાસણું કરવું. એમ જ કરે છે. યુદ્ધમાં જીત્યા તો ખરા, પરંતુ શરીર પરના પ્રહારોથી પાછા વળતાં એમના જીવનની છેલ્લી ઘડી આવી. વેદના સહન થતી નથી. અટવીમાં છે. એમના મનમાં એ વાત ખટકે છે : શ્રી સિદ્ધગિરિનો ઉદ્ધાર ન કર્યો તથા આ અંતિમ સમયે નિર્ધામણા કરાવનાર કોઈ નથી. આંખમાંથી આંસુ આવ્યાં. પાસેના મંત્રીઓએ એમને પૂછયું : “મંત્રીશ્વર ! કયા કારણે આપને આ પ્રસંગે આંસુ આવે છે? આપે કરવાનું બહુ કર્યું છે. તેમજ અન્યાય, અનીતિ કરી નથી. તો આંસુનું પ્રયોજન શું?'
મંગીશ્વર ઉદયન કહે છે : મને બે દુઃખ છે : એક તો શ્રી સિદ્ધગિરિનો ઉદ્ધાર ન કર્યો-ન થયો અને આ વખતે નિર્યામક કોઈ નથી.'
મંત્રીઓ કહે છે કે “મંત્રીશ્વર ! આપના દીકરાઓ આપના વચનાનુસાર શ્રી સિદ્ધગિરિનો ઉદ્ધાર જરૂર કરશે, પણ આ અટવામાં નિર્ધામક મુનિ ક્યાંથી લાવવા ? છતાં અમે તપાસ કરીએ છીએ.”
મંત્રીઓ સમયસૂચક હતા. વિચાર્યું કે મંત્રીશ્વરના જીવનની છેલ્લી ઘડી છે. મુનિદર્શન વિના-નિર્ધામણા વિના, મંત્રીશ્વરનું હૃદય સ્થિર નહિ થાય.'
એક અવંઠ એટલે સીધો સરળ વંઠ, કે જે જેટલું શીખવીએ તેટલું બરાબર બોલે તેવો હતો, તેને સામંતોએ કહ્યું :- “તું મુનિનાં કપડાં પહેરી લે અને નીચે જોઈને ઈર્યાસમિતિ પાળતો, હાથમાં મહપત્તિ રાખીને મંત્રીશ્વર પાસે આવ અને મંત્રીશ્વર તને વંદન કરે એટલે “ધર્મલાભ' કહેજે. પછી સંભળાવજે - મંત્રીશ્વર ! સમાધિમાં રહો, જન્મે તે મરે : તમે પુણ્યવાન છો : દુનિયામાં કોઈ કોઈનું છે નહિ : આત્મા એકલો છે. પાપનો પશ્ચાત્તાપ કરો !” અને મંત્રીશ્વર પચ્ચખાણ માગે ત્યારે – ‘અભિગ્રહ પચ્ચખ્ખાઈ, અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિત્તિઓગારેણં વોસિરઈ-કહેજે.” મતલબ કે મંત્રીઓએ એ વંઠને તમામ જરૂરી પાઠ ભણાવી દીધા. આ વખતે મુનિનાં કપડાં પહેરવા છતાં, વંઠના હૃદયમાં કાંઈ પરિણામશુદ્ધિ નથી-માત્ર એક જ ઇરાદો કે, હું હુકમનો તાબેદાર : એ કહે તેમ મારે કરવાનું : અને જો મારા નિમિત્તે મંત્રીશ્વરને શાંતિ થતી હોય તો મને વાંધો પણ શો ?
મંત્રીશ્વર પાસે તેઓ આવીને કહે છે કે “મંત્રીશ્વર ! અહોભાગ્ય, ભાગ્યયોગ ફળ્યો, મહાત્મા મળ્યા !' મંત્રીશ્વર ઉદયન ખુશ થાય છે અને વિચારે છે કે પુણ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org