________________
– ૨ : અનુપમ શાસન - 2 -
-
૨૩
જાગતું છે, કારણ કે અટવીમાં પણ મુનિ મળ્યા. મંત્રીશ્વર ઉદયન તે મુનિને ભગવાન શ્રી ગૌતમ સ્વામીજીની માફક વંદે છે અને યથાયોગ્ય નિર્ધામણા કરી મંત્રીશ્વર સમાધિથી સ્વર્ગસ્થ થાય છે. હવે અનિવેષ ધરનાર પેલો વંઠ પણ વિચારે છે કે “જે વેષને, આખી દુનિયાને માન્ય એવા શ્રી ઉદયન મંત્રીશ્વર જેવા નમે, અને જે વેષને નમવામાં એ મહામાત્ય પોતાની સદ્ગતિ માને, એ વેષ નહિ છોડું-નહિ મૂકું વાવગ્નીવં ભવતુ !' એ વંઠ પણ જિંદગી પર્યત સંયમનું પાલન કરી સ્વર્ગે ગયા. કહો, કઈ યોગ્યતા હતી ? આત્માની યોગ્યતા આવી ગઈ. નવકાર આવડતો હતો? ઈર્યાસમિતિ કે ઈરિયાવહિ જાણતા હતા? કશુંયે નહિ : એક જ વાત કે “જેને મંત્રીશ્વર જેવા નમે, તે વસ્તુ જરૂર કીમતી, એટલે એ ન છોડાય.” સભા દ્રવ્ય વિના ભાવ હોય ?
બેશક, ભાવ વિના દ્રવ્યની સફળતા નહિ, પણ દ્રવ્ય વિના પ્રાયઃ ભાવ પણ નહિ. જ્ઞાની કહે છે કે મનશુદ્ધિ વિના ક્રિયા (દ્રવ્ય) અનુષ્ઠાન ફળતાં નથી એ વાત સાચી, પણ દ્રવ્યશુદ્ધિ વિના, બાહ્ય આલંબન વિના, ભાવશુદ્ધિ પણ પ્રાયઃ અશક્ય છે : અનંતી ઉત્સર્પિણીમાં – મરૂદેવા માતા જેવું દૃષ્ટાંત બને. શ્રીમતી મરુદેવા માતાએ પ્રથમ કશો જ ધર્મ કર્યો નથી, પણ ત્યાં પણ એ બન્યું શાથી? ઊંચામાં ઊંચા આલંબનથી ! જો કે મન બહુ ચંચળ છે : છતાં પણ જ્ઞાનીઓ કહે છે કે ભલે એ મન ઠેકાણે ન હોય, પરંતુ ઉચ્ચ આલંબનો એને ઠેકાણે લાવશે. જ્ઞાનીઓ બહારનાં ઉપકરણો બહુ શુદ્ધ રાખવાનું કહે છે એનો હેતુ પણ એ જ છે. મંદિરની આટલી બધી શોભા રાખવામાં પણ એ જ હેતુ પ્રધાન છે કે જેથી ત્યાં આત્મા તન્મય બને.
દેવતાઓ શ્રી તીર્થંકરદેવનું સમવસરણ કેવું સુંદર રચે છે ? દેશના તો સાંભળે ત્યારે-પામે, પણ સમવસરણ એવું રચે કે કોશો સુધી દૂર રહેનારાને પણ એમ થાય કે જરૂર, જોવા તો જવું. જોવા જાય તે બેસી પણ જાય પછી તો પ્રભુના અતિશયો કામ કરવાના છે. અતિશયો, પાસે આવે અને કામના ! પણ પાસે આવે ત્યારે ને ! પાસે લાવવાનું કામ બાહ્ય સામગ્રી બહુ કરે છે. અતિશયોના યોગે અનેક આત્માઓ આવે અને આવે એને દર્શન કરતાં જ ભાવ જાગે. પરમ તારક શ્રી તીર્થંકરદેવની પાસે આવ્યા પછી ભાગ્યે જ પામ્યા વિના જાય.પાખંડીઓ, અભવ્યો કે દુર્ભવ્યો વગેરે વગેરે સિવાયના, કંઈક ને કંઈક પામીને જ જાય. સામાન્ય કેવળીને
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org