________________
૨૪
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
-
-
24
કેવળજ્ઞાન ખરું, પણ શ્રી તીર્થંકરદેવની વાત જુદી : કેવળજ્ઞાન બેયને સમાન પણ શ્રી તીર્થંકરદેવની બધી સામગ્રી જ જુદી. ઓછામાં ઓછા એક કરોડ દેવતા તો તે તારકની સેવામાં રહે જ. પ્રભુ પાસે ગમે તેવા કષાયોવાળો આવે તે પણ પ્રાયઃ શાંત થઈ જાય. આ પ્રભુનો અતિશય ! જાતિવરવાળાં પ્રાણીઓ પણ ત્યાં મિત્ર બને. પ્રભુવાણીનો મધુર ધ્વનિ એ છંટકાવ કરે. વાણી એકરૂપી પણ પરિણામે સર્વરૂપી. વાણીનો પણ કેવો અગાધ મહિમા ! એક જાતની ભાષા બોલે, પણ સૌ પોતપોતાની ભાષામાં સમજે. આ બધું કોને ? શ્રી તીર્થંકરદેવને ! સંસારસાગરમાં ભટકનારાં પ્રાણીઓ માટે તો બાહ્ય આલંબન ઘણું મહત્ત્વનું હોય છે. અહીં આ ધર્મસ્થાનમાં આવીને અધર્મી કેટલા થાય અને કસાઈખાને જઈ ધર્મ કેટલા થાય? જેટલા અહીં આવી ધર્મી થાય, તેટલા ત્યાં જઈ ધર્મી થાય ? ધર્મપ્રાપ્તિનું સ્થાન કયું ? આ સારી જગ્યામાં ખોટું અને ખોટી જગ્યામાં સારું હોય જ નહિ, ક્વચિતુ કોઈ કારણવશાતું હોય તો તેની ગણના પણ નહિ ! સંખ્યાની અધિકતા ક્યાં હોય? સભા આટલું છતાં ભગવાનના શ્રાવક દોઢ લાખ અને ગોશાળાના અગિયાર લાખ
એનું કારણ ? અનાદિકાળની વાસના જીવોની સાથે છે. આજે નાટકમાં ઘણા ભેળા થાય, પણ તત્ત્વજ્ઞાનની વાતોમાં કેટલા થાય ? શાસ્ત્ર કહે છે કે અનાદિની દુષ્ટ વાસના એ કારણ છે.
ગોશાળાનો મત કયો ? “વત્ વ તત્ મવતિ જે થવાનું છે તે થાય છે.” ગમે તે ખાવું-પીવું, બોલવું-ચાલવું, એમાં વાંધો નહિ : આ કોને ન ગમે ? એમ કહેવામાં આવે કે ઉપવાસ કરો, પણ ભૂખ લાગે તો ખાઈ લેવાય : એ ઉપવાસ કોણ ન કરે ? શ્રી જિનેશ્વરદેવના શાસનના ઉપવાસ કરનાર થોડા અને ફળાહારના ઉપવાસ કરનારા ઘણા : એનું કારણ ? લાલસા. ગોશાળો જીવોને ગમતું તે આપતો અને ભગવાન તો ગમતું તે છોડવાનું કહેતા.
તમે એમ કહો કે પૂજા, સામાયિક થાય તોયે ભલે, ન થાય તો પણ ભલે : વ્યાખ્યાન સંભળાય તો પણ ભલે, ન સંભળાય તો પણ ભલે : તો પણ જૈન ગણાશો, તો બધા જૈન કહેવડાવવા આવે. પણ તમે કહો કે જેને કહેવરાવવા પૂજા તો કરવી પડે, એટલે ઝટ કહે કે ઊભા રહો, વિચાર કરું. જ્યાં દુનિયાની ચીજો છોડવાનું જ કહેવાય, ત્યાં ઓછી સંખ્યા હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org