________________
25. – ૨ : અનુપમ શાસન - 2
૨૫ પ્રભુની દેશનાનો અતિશય એવો કે દેશનાના સમયે તો સાંભળનારા નાચતા, પાખંડી પણ ડોલતા, પણ પાખંડીઓ બહાર જાય કે તરત ઊલટું જ કરતા. ટોળું વધારવું હોય તો તો આજે વધારાય. મુક્તિના રસિયા બનાવનારા જ ખરા ઉપદેશક છે,-સંસારના રસિયા બનાવનાર ખરા ઉપદેશક નથી ! માગો તે આપીને લાખ્ખોને ભેગા કરનાર, તે તો ભાટ કે ભવૈયા છે. ન ગમતું હોય તે પણ ખેંચાઈને આવે, એ પ્રભુની વાણીનો પ્રભાવ છે. જેને સંસાર જ જોઈતો હોય, તેણે આ શાસનમાંથી રાજીનામું આપવું જોઈએ. ભલે મુક્તિ ગમે ત્યારે મળે : લાખ્ખો ભવે-અરે અનંત ભવે ! પ્રબળ પ્રયત્ન કરશું ત્યારે મુક્તિએ જઈશું, મુક્તિ આજ ને આજ મળવાની નથી, પણ ધ્યેય શું? પ્રભુના શાસનમાં રહેવાનો દાવો કરવો અને સંસારને સારો માનવો અને મનાવવો તથા રસપૂર્વક સંસારમાં રહેવું, એ ભયંકર દાંભિકતા છે.
સભા : કરોડ દેવતા છતાં ગોશાળો ઉપસર્ગ કેમ કરી ગયો ?
જો કે પ્રભુ માટે તો એ બનાવ આશ્ચર્યરૂપ બન્યો છે, છતાંય કર્મના સ્વરૂપની ગમ પડી જાય, તો આ પ્રશ્ન રહે નહિ. સુભૂમ ચક્રવર્તીનું ચર્મરત્ન પકડનાર ચોસઠ હજાર દેવતાને, જ્યારે સુભૂમનું આવી બન્યું ત્યારે, એક સાથે વિચાર થયો કે હું એકલો મૂકી દઉ તેમાં શું વાંધો ? આ બધાને સાથે વિચાર શાથી આવ્યો? સુભૂમના કર્મયોગે ! તીવ્ર કર્મનો ઉદય આવે, ત્યારે સાથે રહેનારાઓની બુદ્ધિમાં વિભ્રમ થાય. ભગવાન પાસે જ્યારે ગોશાળો આવ્યો, ત્યારે જો કે ભગવાને ખુદે બોલવાની ના કહી હતી, છતાં સુનક્ષત્ર અને સર્વાનુભૂતિ - એ બે મુનિઓથી ન રહેવાયું : શું એમાં એમણે ભૂલ કરી? એ આજ્ઞાભંજક? શાસ્ત્ર કહે છે કે “નહિ, એમાં આજ્ઞાભંજનનો ઇરાદો નથી, પ્રભુની ભક્તિ છે. અને એવી બુદ્ધિ થઈ એનું કારણ પણ ભવિતવ્યતા જ એવી છે, અને એ રીતે એમનું મૃત્યુ સરજાયું છે. જ્ઞાનીની દૃષ્ટિએ જે વસ્તુ નિયત છે, ત્યાં પ્રશ્ન ન હોય ! કોઈ પૂછે કે ભગવાન ખુદ કોઈનું બૂરું નહોતા ઇચ્છતા, છતાં ગોશાળા ઉપસર્ગ કરવા કેમ આવ્યો ? ભાઈ ! દુર્જનનું એ કામ છે કે સજજનો સામે કાદવ ઉડાડવો. સજજનોને યેન કેન પ્રકારેણ સંતાપવા, એ દુર્જનોનું કામ છે. સારું ખોટું જુએ તો એ દુર્જન શાનો? દુર્જનનું કામ એ કે ન વિચારે, ન માને એ તો લાખ ફેંકે, વાગે એટલા ખરા. અશુભ કર્મના ઉદય વખતે જીવો સારાને સારા તરીકે સમજી શકતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org