________________
241 – ૧૮ : શીલનો પ્રભાવ અને સુદર્શન શેઠ ! - 18 – ૨૪૧
શ્રી સુદર્શન એટલે નિરંતર ગુરુઓની જ સેવામાં રહેનાર અને જ્ઞાનીએ બતાવેલી આત્મકલ્યાણની ક્રિયાઓમાં જ રત, એટલે એને અનાચારના માર્ગે ઘસડી જવો, એ કોઈપણ રીતે શક્ય નથી.-આવી ખાતરી રાણીની ધાવમાતા આપે, એ શું ઓછી વાત છે ?
પૂર્વના અશુભોદયથી કે પાપની કાર્યવાહીથી ભલે આપત્તિ આવી, પણ એમની જાત માટે વિશ્વાસ કેવો એ વિચારો.
ખરેખર, ધર્મનું જીવન ધર્મપરાયણ જ હોવું જોઈએ. એના જીવનમાં અધમ પ્રવૃત્તિઓને સ્થાન ન જ હોવું ઘટે. એની એકેએક પ્રવૃત્તિ આત્મકલ્યાણકર જ હોવી જોઈએ. પાપથી તે હંમેશાં ડરતો રહેવો જોઈએ. વિષયકષાયને વધારનારી પ્રવૃત્તિઓથી તે દૂર જ ભાગનારો હોવો જોઈએ. ઇંદ્રિયો ઉપર તેનો વિશિષ્ટ કાબૂ હોવો જોઈએ. એના જીવનમાં નાટક ને ચટક ન હોય : નાટક ચેટકની રુચિ, એ આત્માની વિષયાધીનતા સૂચવે છે. જે આત્માને આ આખો સંસાર જ ભયંકર નાટકરૂપ ભાસતો હોય, તેને કૃત્રિમ અને વિષયવાસનાને ઉત્તેજિત કરનાર નાટક-ચેટક તરફ રસ પણ કેમ જાગે ?
જો ઇન્દ્રિયોની આધીનતા નથી, તો કહો કે પૈસો ખર્ચ, ઊંધ વેચી, ઉજાગરો કરી, નાટક-ચેટક શું કામ જોવાય છે ? હૈયામાં કે ઘરમાં શું કામ નાટક થાય છે ? તો પછી શું જોવા જાઓ છો એ તો કહો ! જરા આત્માને પૂછજો. રાજા, રાણી અને ધમાચકડી : પડદાના પાઠ તો કહો ! એવી રીતે નાટક જુઓ, રાત્રે ચા પીઓ, આઇસ્ક્રીમ ખાઓ, અયોગ્ય આદમીઓનો સંસર્ગ થાય, કેટલાક તો એવા આદમી આવે કે જેના શબ્દો સાંભળતાં પણ કંટાળો આવે, આ નાટક શા માટે જોવા જાઓ છો ? વિષયાસક્તિને પોષવા-રંગરૂપને જોવા, એમ કહો ને ! તમારા મન ઊછળે અને કઈ દશા થાય એ તમારા આત્માને પૂછજો ! આજના સંસર્ગો, આજનું વાતાવરણ, આજની દુનિયાની હવા,-એ બધાંએ તમને એવા ઘેર્યા છે કે, તમારા ઉપર મોટા અંકુશની જરૂર છે. એ બધામાંથી તમે મુક્ત ન થાઓ, ત્યાં સુધી આ વસ્તુનો સ્વાદ ન આવે. ચાર મહિના શીલ પાળવામાં તમને શો વાંધો છે ? તમારો આત્મા અનેક રીતે, અનેક સ્થાને વેચાણ થઈ ગયો છે. તમારી ઇંદ્રિયો પાછળ તમારી દોડાદોડ છે. તમારી લાલસાનો અંત ક્યાં છે? તમારી જાતે તમે વિચારો ને ! ધર્મી તરીકે ફરવું હોય તો આ દશા ચાલે ? તમને જે કહું છું તે બરાબર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org