________________
250
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાન - ૧ - "जिनेन्द्रमुनिशुश्रूषा-निष्कम्पीकृतमानसः । सुदर्शन: खल्वसौ तत् - प्रतिज्ञां धिगिमां तव ।। १।। अन्योऽपि श्रावको नित्यं, परनारीसहोदरः । किमुच्यते पुनरसौ, महासत्त्वशिरोमणिः ।।२।। ब्रह्मचर्यधना नित्यं, गुरवो यस्य साधवः । कथं कार्येत सोऽब्रह्म, गुरुशीलाद्युपासकः ।।३।। सदा गुरुकुलासीनो, ध्यानमौनाश्रितः सदा । आनतुमभिसर्तुं वा, स कथं नाम शक्यते ।। ४।। दरं फणिफणारत्न-ग्रहणाय प्रतिश्रवः ।
कदापि न पुनस्तस्य, शीलोल्लङ्घनकर्मणे ।। ५।।" ખરેખર, આ સુદર્શન શ્રી જિનેંદ્ર દેવ અને નિગ્રંથ મુનિવરોની શુશ્રષાથી નિષ્કપહદયવાળો છે, તે કારણથી તારી આ પ્રતિજ્ઞાને ધિક્કાર છે બીજો પણ શ્રાવક હમેશ પરનારી-સહોદર હોય છે, તો પછી મહાસત્ત્વશાળી પુરુષોમાં શિરોમણિ સમાન આ શ્રી સુદર્શન માટે તો કહેવું જ શું? હંમેશાં બ્રહ્મચર્ય' રૂપ ધનથી ધનવાળા બનેલા જેના ગુરુઓ છે, અને ગુરુ તથા શીલાદિ ધર્મનો જે ઉપાસક છે, તેની પાસે અબ્રહ્મચર્યનું સેવન શી રીતે કરાવી શકાય ! જે હંમેશાં ગુરુકુળમાં રહેવાવાળો છે અને જે સદા ધ્યાન અને મૌનનો સેવક છે, તેને લાવવો અને રમાડવોએ કેમ શક્ય થાય? ફરિધરની ફણા ઉપર રહેલા રત્નને ગ્રહણ કરવાની પ્રતિજ્ઞા કરવી એ સહેલી છે, પણ
તે સુદર્શનના શીલને ખંડિત કરવાની પ્રતિજ્ઞા કરવી એ સહેલી નથી.” વિચારો કે શ્રાવકોની અને તેમાં પણ શ્રી સુદર્શન શેઠની કેવી અનુપમ ખ્યાતિ હતી ? શ્રાવકો તો પરનારી-સહોદર જ હોય. “શ્રી જિનેશ્વરદેવના અને નિર્ઝન્થ ગુરુના સેવકને અનાચારમાં જોડવો એ અશક્ય છે-આ જેવી તેવી ખ્યાતિ ગણાય ? “બ્રહ્મચારી ગુરૂઓના સેવકોને અબ્રહ્મચર્ય તરફ કેમ કરીને દોરી શકાય ?'-આવા વિચારો ઠેઠ રાજ્યના અંતઃપુર સુધી પહોંચી જાય, એ નાનીસૂની વાત નથી.
શ્રી સુદર્શન માટે- ફણીધરની ફણા ઉપર રહેલા રત્નને લેવાની પ્રતિજ્ઞા કરવી એ સહેલી છે, પણ તેના શીલને ખંડિત કરવાની પ્રતિજ્ઞા કરવી એ સહેલી નથી'-આ વાત ધાવમાતા કેવા જોરપૂર્વક કરે છે એ સમજાય છે ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org