________________
૧૮ : શીલનો પ્રભાવ અને સુદર્શન શેઠ ! 18
ગયા. પાછળ ‘અભયા’ રાણી પણ કપિલાની સાથે ઉદ્યાનમાં ગઈ. શ્રી સુદર્શનની ભાર્યા પણ પોતાના છ પુત્રોની સાથે વાહનમાં બેસી ઉદ્યાનમાં આવી. શ્રીમતી મનો૨મા પણ મહાસતી હતી. શ્રીમતી મનોરમાને જોઈને પુરોહિતની પત્ની કપિલાએ અભયા રાણીને પૂછ્યું કે ‘આ કોણ છે ?' રાણીએ જણાવ્યું કે ‘આ સુદર્શનની સ્ત્રી છે.’-આ સાંભળીને વિસ્મિત થયેલી કપિલા કહે છે કે તેને પુત્રો ક્યાંથી ? કારણ કે સુદર્શન તો નપુંસક છે.’ રાણીએ કહ્યું કે ‘એ વળી શું ? એ કોણે કહ્યું ?'-પુરોહિતની સ્ત્રીએ બધી વાત જણાવી એટલે રાણીએ જણાવ્યું કે ‘હે મૂઢ ! જો એમ જ છે, તો તું જરૂ૨ ઠગાઈ ગઈ, કારણ કે તે પરસ્ત્રીઓને માટે નપુસંક છે, પણ પોતાની સ્ત્રી માટે તેવો નથી.’ આથી વિલખી બનેલી કપિલા ઇર્ષ્યાથી કહે છે કે : 'હું તો મૂઢ હતી માટે ઠગાઈ, પણ બુદ્ધિશાળી એવી તું અધિક શું કરવાની ?' અભિમાનમાં આવેલી અભયા કહે છે કે ‘જો હું રાગથી પથ્થરને પકડું તો અચેતન એવો તે પણ પીગળી જાય, તો પછી સચેતન પુરુષની વાત જ શી ?'-આ સાંભળી વધુ ઇર્ષ્યાળુ બનેલી કપિલાએ કહ્યું કે ‘હે દેવી ! આવા પ્રકારના ગર્વને ધારણ ન કર અને જો એવો ગર્વ રાખતી જ હો, તો તું સુદર્શનને સ્વાધીન કર !' અભયા રાણી પણ અહંકારપૂર્વક બોલી કે : ‘હે સખી ! મેં સુદર્શનને સ્વાધીન કર્યો જ એમ માન. ચતુર ૨મણીઓએ કઠોર અને વનવાસી તપસ્વીઓને પણ રમાડ્યા, તો કોમળ મનવાળા ગૃહસ્થની શી વાત ? જો હું એની સાથે ન ૨મું તો અગ્નિમાં પેસું.’-આ પ્રકારની પ્રતિજ્ઞા કરી અભયા પણ પોતાના આવાસે આવી. જોઈ દશા ? ‘બેની વાતો અને ભોગ ત્રીજાનો !’-તેનો આ એક અજોડ નમૂનો છે. પુરોહિતની સ્ત્રીનું કે અભયા રાણીનું સુદર્શને કાંઈ બગાડ્યું હતું ? નહિ જ. છતાં વાતો એ બેની અને ધાડ શ્રી સુદર્શન પર !
239
અભયાએ આ વાત પોતાની ‘પંડિતા’ નામની ધાવમાતા, કે જે સર્વવિજ્ઞાનમાં પંડિત હતી તેને કહી જણાવી. આ સાંભળી તે ધાવમાતા કહે છે કે :
" पण्डिताऽवोचदाः पुत्रि ! न युक्तं मन्त्रितं त्वया । अज्ञेऽद्यापि न जानासि, धैर्यशक्तिं महात्मनाम् ।। १ ।। "
‘હા પુત્રી ! તેં આ યોગ્ય વિચાર નથી કર્યો. હે અજ્ઞાન ! તું હજુ સુધી પણ મહાત્માઓની ધૈર્યશક્તિને જાણતી નથી.’
૨૩૯
આ પ્રમાણે સામાન્ય વાત કહીને સુદર્શનની વિશેષતા બતાવતાં તે ‘પંડિતા’ નામની ધાવમાતા કહે છે કે :
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org