________________
૨૩૮
- આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
-
-
238
તમને હું નાથ તરીકે ઇચ્છું છું અને વિનવું છું કે કામથી વિહ્વળ બનેલી મને આપ શાંત કરો.” આ સાંભળી પરમ શીલસંપન્ન શ્રી સુદર્શન વિચારે છે કે –
“પડ્યા રોડથસવિસ્થા, કુર્વિવિવિઘેરા
વિધિ માટે પણ દુર્વિચિંત્ય એવો આ સ્ત્રીનો પ્રપંચ કેવો? ધિક્કાર છે
સ્ત્રીઓને !' આ પ્રમાણે વિચારી તે બુદ્ધિશાળીએ અપેક્ષાપૂર્વક કહ્યું કે
“શૂનાં પૂમિઃ શિg, પકોડામપત્તેિ !
મુવા પુરુષવેષા, મલીનાસિ વશ્વિતા | શા" હે અપંડિતે! આ વાત યુવાનો માટે યુક્ત છે, પણ હું તો નપુંસક છું. ફોગટ તું મારા પુરુષવેશથી વંચિત થઈ છે.' આ સાંભળી એકદમ વિરક્ત બની ગયેલી તેણીએ-“જા, જા'-એમ કહીને બારણું ઉઘાડી નાખ્યું અને શ્રી સુદર્શન ચાલી નીકળ્યા. “હું નપુંસક છું'-એમ કહીને સુદર્શન છૂટ્યા અને વાત પણ સાચી હતી, કારણ કે સુદર્શન પરનારી પ્રત્યે તેવા જ હતા. પરનારી પ્રત્યે તેમને કદી વિકારની વાસના જાગે જ નહિ, એવા તે દૃઢ મનોબળવાળા હતા. આ રીતે છૂટ્યા પછી-“થોડા જ પ્રયત્નથી હું નરકના દ્વારમાંથી છૂટ્યો-એમ વિચારતા શ્રી સુદર્શન પોતાના ઘર પ્રતિ પહોંચી ગયા અને સ્ત્રીઓના સ્વરૂપને વિચારતા અને તેઓના તેવા સંસર્ગથી બચી જવાને ઇચ્છતા શ્રી સુદર્શન શેઠે એવો અભિગ્રહ કર્યો કે
“રાત: પરંપરદ, વાસ્થમ વરિલેવ: ” “આજથી આરંભીને હવે કોઈ પણ વખત એકલો હું પારકાના ઘરમાં
નહિ જાઉં.' વિચારો ! શ્રાવકની એટલે કે શ્રી જિનેશ્વરદેવના શાસનમાં વર્તતા પુણ્યશાળી આત્માઓની મનોભાવના કેવી હોય છે ? અયોગ્ય સંસર્ગોથી અને પાપમય આચારોથી બચવા માટે તેઓ કેટલા અને કેવા સાવધાન હોય છે ? તે પુણ્યશાળી નિરંતર ધર્મકર્મમાં તત્પર રહેવા સાથે પાપની આચરણાથી દૂર રહે છે, કારણ કે એમનામાં શ્રી જિનશાસનની રસિકતા છે. સુદર્શન અને અભયા રાણી :
એક વખત ઇંદ્રમહોત્સવ હતો. રાજા, પુરોહિત તથા સુદર્શન સાથે ઉદ્યાનમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org