________________
237
- ૧૮ : શીલનો પ્રભાવ અને સુદર્શન શેઠ! - 18–
–
૨૩૭
ગુણોરૂપીમાણિયો માટે રોહણાચલ પર્વત છે,પ્રિય આલાપો માટે સુધાકુંડ છે અને પૃથ્વીના મુખનું ખંડન છે અથવા જે ગુણ ચૂડામણિનું શીલ કોઈપણ
સ્થળવિચલિત નથી થતું, એવા પુણ્યશાળીના બીજા ગુણોને કહેવાથી સર્યું.” આ પ્રમાણે ગુણવર્ણનને સાંભળી પુરોહિતની પત્ની કપિલા કામવિહ્વળ થાય છે. “આવા ઉત્તમ ગુણને સાંભળવાથી વિકાર જાગે ?'-આ પ્રશ્ન અસ્થાને છે, કારણ કે એ તો આત્માની યોગ્યતા ઉપર આધાર રાખે છે. જેવો આત્મા! જેના ગુણો જગતને સન્માર્ગે દોરવાનું કામ કરતા, તે જ ગુણોએ કપિલાને કામવિહ્વળ બનાવી દીધી. કામવિહ્વળ કપિલા સુદર્શન ઉપર અનુરાગિણી બની ગઈ. કપિલા નિરંતર એક સુદર્શનના સંગમની જ ચિંતા કર્યા કરે છે.
એકવાર રાજાની આજ્ઞાથી પુરોહિત બહારગામ ગયો. આ તકનો લાભ લઈ પુરોહિતની સ્ત્રી સુદર્શનને ત્યાં જઈ કહેવા લાગી : “આપના મિત્ર બીમાર છે, આપને તેડવા મને મોકલી છે, આપ નહિ આવો તો એમની બીમારી વધી જશે, માટે જરા આપ ત્યાં પધારો, બીમારીને લઈને એ અહીં આવી શક્યા નથી.”
સરળ સ્વભાવથી શ્રી સુદર્શન તે જ વખતે કપિલને ઘેર ગયા, કારણ કે તેમને કપટની ખબર નહિ. ઘરમાં પેસતાં જ “મિત્ર ક્યાં છે ?'-એમ શ્રી સુદર્શને પૂછ્યું. કપિલાએ ઉત્તરમાં કહ્યું કે : “આગળ ચાલો, તમારા મિત્ર સૂતેલા છે.' કંઈક આગળ જઈને શ્રી સુદર્શન બોલ્યા કે “અહીં પણ કપિલ નથી : શું તે કોઈ બીજે સ્થળે ગયેલ છે ?' ઉત્તરમાં કપિલાએ જણાવ્યું કે ‘શરીરની અસ્વસ્થતાથી તે પવન વિનાના સ્થાનમાં રહેલા છે, માટે મૂળ કમરામાં જાઓ અને મિત્રને જુઓ.” આથી સરળ આશયવાળા શ્રી સુદર્શન તે મૂળ કમરામાં પણ પેઠા અને ત્યાં પણ પોતાના મિત્રને ન જોવાથી પૂછ્યું કે “હે કપિલે ! કપિલ ક્યાં છે ?' આ પ્રશ્નના ઉત્તરમાં બારણું બંધ કરીને કામને ઉદ્દીપન કરનારી ચેષ્ટાઓ કરતી કપિલાએ કહ્યું કે “અહીંયાં કપિલ નથી, માટે કપિલા સાથે જ આનંદ કરો. આપને કપિલ અને કપિલામાં ભેદ શો છે ?'
શ્રી સુદર્શન પૂછે છે કે : “કપિલા સાથે મારે શું આનંદ કરવાનો હોય ?” આના ઉત્તરમાં કપિલા કહે છે કે “જ્યારથી તમારા મિત્રે મારી પાસે તમારા ગુણોનું વર્ણન કર્યું છે, ત્યારથી કામવર મને પીડા કરે છે, માટે હે નાથ !
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org