________________
૨૩૬
– આચારાંગસૂત્રનાં વ્યાખ્યાનો - ૧
238 ન હતા, પણ સર્વ લોકને હર્ષ આપનારા હતા. જે નગરમાં “શ્રી સુદર્શન' ઉત્પન્ન થયા હતા, તે નગરમાં રાજાને પ્રિય અને વિદ્યાનિધિ “કપિલ” નામનો પુરોહિત હતો. તેને શ્રી સુદર્શનની સાથે કદી પણ નાશ ન પામે તેવી ગાઢ પ્રીતિ થઈ ગઈ હતી, અને તેથી તે પુરોહિત ઘણો કાળ મહાપુરુષ શ્રી સુદર્શન શેઠની સાથે જ રહેતો. એવા પુણ્યશાળી અને પરમ શીલસંપન્ન એવા શ્રી સુદર્શન શેઠ ઉપર પણ આપત્તિ આવી હતી અને ધીરપણે તે આપત્તિને તે પુણ્યપુરુષે સહી લીધી હતી. એવા પણ પુણ્યનિધિ ઉપર આપત્તિ કેમ આવી, એ ખાસ જાણવા જેવી બીના છે.
જે પુરોહિત પ્રાયઃ સઘળો સમય શ્રી સુદર્શન પાસે ગાળે છે, તેની કપિલા નામની પત્નીએ એકવાર તે પુરોહિતને પૂછ્યું કે “નિત્યકર્મોને પણ ભૂલી જઈ આટલો સમય ક્યાં બેસી રહો છો ? ઉત્તરમાં કપિલે કહ્યું કે “હું શ્રી સુદર્શનની પાસે રહું છું.' કપિલાએ પૂછ્યું કે “એ સુદર્શન કોણ છે ?' આ પ્રશ્નના ઉત્તરમાં કપિલ કહે છે કે :
"मम मित्रं सतां धुर्य, विश्वकप्रियदर्शनम् ।
સુદર્શનં ત્રિ, તત્ત્વસિ વિશ્વન શા” સપુરુષોના આગેવાન અને વિશ્વમાં એક છે પ્રિયદર્શન જેનું એવા મારા મિત્ર “સુદર્શનને જો તું જાણતી નથી, તો તું કાંઈ તત્ત્વને જાણતી નથી.”
આ પ્રમાણે સાંભળી કપિલા કહે છે કે “તે સુદર્શનને હવે જણાવો.' આથી તેની ઓળખાણ આપતાં પુરોહિત કહે છે કે :
સાવૃજમવાસસ્થ, નિતિન : સુધીર / ૧ एष रूपेण पञ्चेषुः, कान्त्येन्दुस्तेजसा रविः । गाम्भीर्येण महाम्भोधिः, क्षमया मुनिसत्तमः ।। २ ।। दानैकचिन्तामाणिक्य, गुणमाणिक्यरोहणः । प्रियालापसुघाकुण्डं, वसुधामुखमण्डनम् ।। ३ ।। अलञ्च खलु यद्वाऽस्य, निखिलानपरान् गुणान् ।
गुणचूडामणे: शीलं, यस्य न स्खलति क्वचित् ।। ४ ।।" આસુદર્શન, ઋષભદાસ શ્રેષ્ઠિનો બુદ્ધિશાળી પુત્ર છે. તે રૂપે કરીને કામદેવ છે, કાંતિએ કરીને ચંદ્રમા છે, જે કરીને સૂર્ય છે, ગાંભીર્ય કરીને મહાસાગર છે, ક્ષમાએ કરીને મુનિસત્તમ છે, દાન દેવામાં એક ચિંતામણિક્ય છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org